Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah Sister Died: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મોટી બહેનનું નિધન,ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ

Amit Shah Sister Died : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી બહેન રાજુબેનનું નિધન થયું છે. સોમવારે રાજુબેને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા (Amit Shah`s Sister Passes Away)હતા. રાજુબેનના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ થોડા મહિના પહેલા થયું હતું. ટ્રાન્સપ્લાન્ટ બાદ તેણીને હોસ્પિટલમાં દાખલ...
amit shah sister died  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મોટી બહેનનું નિધન ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ

Amit Shah Sister Died : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી બહેન રાજુબેનનું નિધન થયું છે. સોમવારે રાજુબેને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા (Amit Shah`s Sister Passes Away)હતા. રાજુબેનના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ થોડા મહિના પહેલા થયું હતું. ટ્રાન્સપ્લાન્ટ બાદ તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોતાની મોટી બહેનના નિધન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. આજે તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લા અને ગાંધીનગરની મુલાકાત લેવાના હતા.

Advertisement

Advertisement

અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા

Advertisement

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. તેમના ગુજરાત પ્રવાસમાં, તેઓ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનાસ ડેરીની મુલાકાત લેવાના હતા, જ્યારે તેમની બીજી મુલાકાત ગાંધીનગરમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી પહોંચવાની હતી. પરંતુ તેમની મોટી બહેનના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ શાહે તેમના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લીધો હતો.


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, તેમના ગુજરાત પ્રવાસ પર, બનાસ ડેરીના ઘણા પ્રોજેક્ટ્સ અને ઉત્પાદનો લોંચ કરવાના હતા અને સવારે એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરવાના હતા. જે હવે રદ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે અમિત શાહ તેમની મોટી બહેનના અવસાનના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.

તબીબ સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી

આ દરમિયાન અમિત શાહે તેમની બહેનને પૂછપરછ કરી હતી. તેમજ તબીબ સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી હતી. અમિત શાહ સાથે કેટલાક સંબંધીઓ પણ હતા. તેઓ લગભગ બે કલાક તેની બહેન સાથે રહ્યા. આ તેમની અંગત મુલાકાત હતી. મુખ્યમંત્રી શિંદે પણ 15 થી 20 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. તે શાહની બહેનને પણ મળ્યા હતા અને તેની પૂછપરછ કરી હતી. શિંદેએ પણ ડોક્ટર સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી હતી. અમિત શાહ મુંબઈ આવ્યા હોવાની જાણ થતાં જ હોસ્પિટલની આસપાસ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠાને લઈ VHP નો મેગા પ્લાન! 56 દેશના 10 કરોડ પરિવારોને આમંત્રણ

Tags :
Advertisement

.