Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMCA Fighter Jet: ભારતીય વાયુસેના શાન અને શક્તિમાં થશે વધારો, આખરે... AMCA યુદ્ધ જહાજ તૈયાર કરાશે

AMCA Fighter Jet: આજરોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet) બેઠક યોજાઈ હતી. ત્યારે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અને હિસાબી વર્ષ પહેલા ભારતીય અર્થતંત્ર માટે ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે ઉપરાંત વિવિધ યોજાઓના માળખાકીય પાસાઓમાં પણ ફેરફારો...
amca fighter jet  ભારતીય વાયુસેના શાન અને શક્તિમાં થશે વધારો  આખરે    amca યુદ્ધ જહાજ તૈયાર કરાશે

AMCA Fighter Jet: આજરોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet) બેઠક યોજાઈ હતી. ત્યારે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અને હિસાબી વર્ષ પહેલા ભારતીય અર્થતંત્ર માટે ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે ઉપરાંત વિવિધ યોજાઓના માળખાકીય પાસાઓમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.

Advertisement

  • AMCA ફાઇટર જેટનું વિન્ડ ટનલ મોડલ
  • અમેરિકન ફાઇટર જેટ F-35 કરતાં વધુ રેન્જ
  • આધુનિક ડિસ્પ્લે અને કમાન્ડ કંટ્રોલ હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ આત્મનિર્ભર સ્ટીલ્થ ફાઈટર જેટને મંજૂરી આપવામાં આવી છે. આ 5 મી પેઢીના Aircraft ને એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવશે. આ માટે 15 હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

આ ફાઈટર જેટનું નામ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) છે. તેનો પ્રથમ પ્રોટોટાઇપ વર્ષ 2026 સુધીમાં જાહેર કરવામાં આવશે. તેમાં બે જનરલ ઇલેક્ટ્રિક 414 (GE-414) એન્જિન હશે. AMCA આવવાથી ભારત પણ China, Russia અને America જેવા દેશોની હરોળમાં સામેલ થઈ જશે.

Advertisement

AMCA ફાઇટર જેટનું વિન્ડ ટનલ મોડલ

AMCA અમેરિકન ફાઈટર F-35 અને રશિયન Su-57 ને ટક્કર આપશે. દેશમાં હાલમાં ફ્રાન્સથી આયાત કરાયેલા 4.5 પેઢીના Rafale Fighter Jet છે. આ એરક્રાફ્ટ સ્પીડમાં America ના સૌથી ખતરનાક ફાઈટર જેટ F-35 ને પાછળ છોડી છે. તેની મહત્તમ સ્પીડ 2633 કિમી પ્રતિ કલાક હશે. F-35 ની મહત્તમ ઝડપ માત્ર 2000 Km/Ph છે.

Advertisement

અમેરિકન ફાઇટર જેટ F-35 કરતાં વધુ રેન્જ

AMCA ની રેન્જ 3240 KM હશે. જ્યારે F-35 ની રેન્જ 2800 KM હશે. કોમ્બેટ રેન્જ 1620 કિલોમીટર હશે, જ્યારે F-35 ની કોમ્બેટ રેન્જ 1239 કિલોમીટર છે. AMCA પ્લેન F-35 ની 51.4 ફૂટ લાંબુ છે.

AMCA ની પાંખો 36.6 ફૂટ હશે, જ્યારે F-35 ની પાંખો માત્ર 35 ફૂટ છે. AMCA ની ઊંચાઈ 14.9 ફૂટ હશે, જ્યારે F-35 ની ઊંચાઈ 14.4 ફૂટ હશે. AMCA માત્ર એક જ બાબતમાં F-35 થી પાછળ છે, તે છે ઇંધણ ક્ષમતા. AMCA 6500 કિલો ઇંધણનું વહન કરશે. જ્યારે F-35 8275 KG ની શક્ષમતા ધરાવે છે.

આધુનિક ડિસ્પ્લે અને કમાન્ડ કંટ્રોલ હશે

AMCA ની મહત્તમ 65 હજાર ફૂટની ઉંચાઈ પર જશે. આ ફાઈટર જેટ Indian Air Force અને Indian Navy માટે બનાવવામાં આવશે. તેની કોકપિટ મેન-મશીનની ક્રિયાપ્રતિક્રિયા પર આધારિત હશે.

શસ્ત્રોનો સંપૂર્ણ શસ્ત્રાગાર તમને આશ્ચર્યચકિત કરશે

AMCA માં 14 હાર્ડપોઈન્ટ હશે. તેમાં 23 MM ની GSh-23 મિસાઈલ લગાવવામાં આવશે. આ સિવાય S8 Rockets Pods, Astra Mark-1, 2, 3, એર-ટુ-એર એનજી-સીસીએમ મિસાઈલ, બ્રહ્મોસ એનજી, સેન્ટ અને એર-ટુ-ગ્રાઉન્ડ રુદ્રમ મિસાઈલ લગાવવામાં આવશે.

આ પણ વાંચો: Dearness Allowance: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લાગી લોટરી, મોંધવારી ભથ્થામાં કરાયો વધારો

Tags :
Advertisement

.