Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીમાર પતિની સામે જ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પત્ની સાથે કરી હેવાનિયત

લખનઉ : શહેરના ઇંદિરાનગરથી સિદ્ધાર્થનગર જઇ રહેલી એક એમ્બ્યુલન્સમાં મહિલા સાથે છેડછાડ અને તેના પતિના મોતની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. એમ્બ્યુલન્સ ચાલક અને તેના સહયોગીએ મહિલા વિરોધ કરતા તેના પતિનું ઓક્સીજન માસ્ક હટાવીને તેને ફેંકી દીધો હતો....
બીમાર પતિની સામે જ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પત્ની સાથે કરી હેવાનિયત

લખનઉ : શહેરના ઇંદિરાનગરથી સિદ્ધાર્થનગર જઇ રહેલી એક એમ્બ્યુલન્સમાં મહિલા સાથે છેડછાડ અને તેના પતિના મોતની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. એમ્બ્યુલન્સ ચાલક અને તેના સહયોગીએ મહિલા વિરોધ કરતા તેના પતિનું ઓક્સીજન માસ્ક હટાવીને તેને ફેંકી દીધો હતો. જેના કારણે તેની સ્થિતિ વધારે બગડી અને તેનું મોત નિપજ્યું હતું.

Advertisement

લખનઉમાં ચોંકાવનારો કેસ સામે આવ્યો

ક્યારેક માણસ સ્વરૂપે શેતાન પણ ભેગા થઇ જતા હોય છે! આવો જ એક ચોંકાવનારો કિસ્સો લખનઉમાંથી સામે આવ્યો છે. જેમાં ઓક્સિજન સપોર્ટ પર એક દર્દીને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનક એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને તેના સાથીએ મહિલાની છેડતી કરવાની શરૂ કરી હતી. આ ચોંકાવનારા કિસ્સામાં વાસનાઅંધ થઇ ગયેલી વ્યક્તિ કોઇના મોત થઇ જાય તો પણ પોતાની વાસના સંતોષવાનું વિચારીને અમાનવીય હરકત કરી શકે છે.

બિમાર પતિને એમ્બ્યુલન્સની બહાર ફેંકી દીધો

એમ્બ્યુલન્સમાં મહિલા સાથે ડ્રાઇવર અને તેના સાથીએ છેડછાડ કરી હતી. એટલું જ નહીં વિરોધ કર્યો કે હેવાને તેના બિમાર પતિને ઓક્સિજન માસ્ક હટાવીને એમ્બ્યુલન્સની બહાર ફેંકી દીધો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. ઘટના 29 ઓગસ્ટની છે.

Advertisement

પીડિતા બિમાર પતિને ઘરે લઇ જઇ રહી હતી

પીડિતા પોતાના બિમાર પતિને લઇને લખનઉથી સિદ્ધાર્થનગર જઇ રહી હતી. રસ્તામાં એમ્બ્યુલન્સ ચાલક સુરજ તિવારી અને તેના સાથીએ રચના સાથે છેડછાડ શરૂ કરી હતી. રચનાએ જણાવ્યું કે, મારા પતિ રક્ષાબંધન બાદથી જ ખુબ બિમાર હતા. મુંબઇમાં તેઓ કામ કરતા હતા. લિવરની બિમારી હતી. મુંબઇના ડોક્ટર્સને દેખાડ્યું પરંતુ લોહી ચડાવવા છતા તબિયતમાં કોઇ સુધારો નહોતો. જેથી તેઓ પોતાના હોમટાઉન પરત ફરી રહ્યા હતા.

હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી ખાનગી હોસ્પિટલ મોકલ્યા

સ્થાનિક હોસ્પિટલે અમને લખનઉની કેજીએમયૂ ટ્રોમા સેન્ટર ખાતે રિફર કરી દીધા હતા. આ એક મોટી હોસ્પિટલ છે. જો કે ત્યાં ઘણા દર્દીઓ હતા અને તેઓએ બેડ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી મે એક એમ્બ્યુલન્સ ભાડે લીધી જે 27 ઓગસ્ટની રાતે ઇંદિરાનગરના અરવાલી માર્ગ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગઇ. અહીં રચનાએ તે સમસ્યાનો સામનો કર્યો જે સામાન્ય રીતે દરેક ભારતીય નાગરિક કરતો હોય છે. સારવારનો ખર્ચ એટલો વધારે હતો કે તેની પાસે જે કાંઇ પણ મુડી હતી તે તમામ વપરાઇ ગઇ હતી.

Advertisement

ખાનગી હોસ્પિટલે પરિવારને કંગાળ કરી દીધો

રચનાએ કહ્યું કે, મારા પતિને બે રાત માટે હોસ્પિટલમાં દાખલ કરીને 2 લાખ રૂપિયા મારી પાસેથી વસુલવામાં આવ્યા. જો કે એટલા પૈસા નહોતા જેથી મારા પરિવારે સારવાર માટે જમીન પણ ગીરવે મુકી દીધી હતી. જો કે તેની સ્થિતિમાં કોઇ જ સુધારો આવ્યો નહોતો. તેઓ ઓક્સિજન માસ્ક વગર શ્વાસ પણ લઇ શકતા નહોતા. સારવારનો ખર્ચ એટલો વધારે હતો કે, હું ડોક્ટર્સને ડિસ્ચાર્જ માટેકહ્યું. મે મદદ માટે અમદાવાદમાં કામ કરનારા મારા ભાઇને બોલાવ્યો. અમે ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો હતો. અમે એમ્બ્યુલન્સ ભાડે કરી અને ઘરે જવા માટે તૈયાર થઇ ગયા.

ડ્રાઇવરે મહિલાને આગળ બેસવા માટે બોલાવી

29 ઓગસ્ટે સાંજે અમે ઇંદિરાનગર હોસ્પિટલથી નિકળ્યાં. મારો ભાઇ લખનઉ આવી ચુક્યો હતો. મારો ભાઇ સ્ટ્રેચર પર રહેલા મારા પતિની બાજુમાં બેઠો હતો. અયોધ્યા બાઇપાસ પછી ડ્રાઇવરે મને આગળ બેસવા માટે અપીલ કરી હતી.તેણે કહ્યું કે, પોલીસ અમને રોકે તો દર્દીનું કોઇ સંબંધી આગળ હોવું જરૂરી છે. જેથી હું આગળ બેસવા માટે ગઇ હતી.

તબિયત સતત લથડતી હતી છતા એમ્બ્યુલન્સ ડ્રાઇવરની બેદરકારી

મારા પતિની તબિયત સતત બગડી રહી હતી તેમ છતા સુરજે એમ્બ્યુલન્સ અયોધ્યાના એક ઢાબા પર રોકી હતી. ત્યાર બાદ તેઓ પરત ફર્યા ત્યારે તેમના મોઢામાંથી દારૂની વાસ આવી રહી હતી. જેથી હું ગભરાઇ ગઇ હતી. તે બંન્ને તરફથી એમ્બ્યુલન્સમાં ઘુસ્યા અને હું તેમની વચ્ચે ફસાઇ ગઇ. બંન્ને મારી સાથે છેડછાડ કરવા લાગ્યા. ડ્રાઇવરના સાથીએ મારી પીઠ પર હાથ ફેરવવા લાગ્યો હતો. મે વિરોધ કર્યો તો તેઓ આક્રામક થઇ ગયા. મે મારી જાતને છોડાવવા પ્રયાસ કર્યા. હું બુમો પાડતી હતી પરંતુ કાચની બારી બંધ હોવાના કારણે અવાજ પાછળ પહોંચી નહોતો રહ્યો. અચાનક મારા ભાઇને અહેસાસ થયો કે હું મુસિબતમાં છું.

ચાલુ એમ્બ્યુલન્સમાં બળાત્કારનો પ્રયાસ

જો કે સુરજ તિવારી સતત ગાડી ચલાવી રહ્યો હતો. જેથી મારો ભાઇ પણ મારી મદદે આવી શકે તેમ નહોતો. ભારે વિરોધ બાદ ડ્રાઇવરે ગાડી અટકાવી હતી. બંન્ને નીચે ઉતર્યા અને મારા પતિનું ઓક્સિજન માસ્ક ખેંચી લીધું. મારા ભાઇએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બંન્નેએ મારા ભાઇને પણ ઢોર માર માર્યો. મારા પતિનું સ્ટ્રેચર બહાર ખેંચ્યું અને રસ્તા પર ફેંકી દીધા. ત્યાર બાદ તેઓએ મારા પર્સમાં રહેલા 10 હજાર રૂપિયા, મંગળસુત્ર અને પગની પાયલ લૂંટી લીધી હતી. ગાડી લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસે અમારુ નિવેદન લીધું અને 108 ની મદદથી જિલ્લા હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ત્યાં પ્રાથમિક સારવાર બાદ અમને ગોરખપુર રિફર કર્યા. જો કે અમે ગોરખપુર પહોંચીએ તે પહેલા જ મારા પતિનું મોત થઇ ચુક્યું હતું.

પતિને ઓક્સિજન નહી મળતા મોત નિપજ્યું

મહિલાએ કહ્યું કે, એમ્બ્યુલન્સની બહાર ફેંકવાના કારણે દર્દીને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત ઓક્સિજન માસ્ક નહીં હોવાના કારણે પણ તેના પતિ બેભાઇ થઇ ગયા હતા. બસ્તી પોલીસે અમારી ફરિયાદ નોંધવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, એમ્બ્યુલન્સ લખનઉથી આવી હતી તેથી કેસ ત્યાં જ દાખલ થશે.

કેસ દાખલ કરવામાં પણ પોલીસ માનવતા ભુલી ગઇ

મારા પતિનો અંતિમ સંસ્કાર 1 સપ્ટેમ્બરે કર્યો. અમે 3 સપ્ટેમ્બરે ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા જો પોલીસે કહ્યું કે, ઘટના બસ્તીમાં બની હતી માટે ત્યાં ફરિયાદ દાખલ થશે. આ રીતે કોઇ ફરિયાદ દાખલ કરવા તૈયાર નહોતું. જો કે અમારા દુરના એક સંબંધિ સરકારમાં છે તેઓને કહેતા તેમણે ઉચ્ચ અધિકારીઓને કહ્યું અને 4 સપ્ટેમ્બરે ફરિયાદ દાખલ થઇ હતી. બીજી તરફ મુખ્ય આરોપી સુરજ તિવારીએ 12 સપ્ટેમ્બરે સાંજે લખનઉ જિલ્લા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

Tags :
Advertisement

.