Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Alamgir Alam Arrested: લોકસભા ચૂંટણીના સમયગાળામાં ED ના સંકજામાં વધુ એક દિગ્ગજ કોંગી નેતા

Alamgir Alam Arrested: તાજેતરમાં ઝારખંડ (Jharkhand) ના કોંગ્રેસ (Congress) મંત્રી આલમગીર આલમ (Alamgir Alam) ના ઘરે ED એ દરોડો પાડ્યા હતા. ત્યારે કલાકો સુધી Congress મંત્રી આલમગીર આલમ (Alamgir Alam) ના ઘર પર તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઉપરાંત...
alamgir alam arrested  લોકસભા ચૂંટણીના સમયગાળામાં ed ના સંકજામાં વધુ એક દિગ્ગજ કોંગી નેતા

Alamgir Alam Arrested: તાજેતરમાં ઝારખંડ (Jharkhand) ના કોંગ્રેસ (Congress) મંત્રી આલમગીર આલમ (Alamgir Alam) ના ઘરે ED એ દરોડો પાડ્યા હતા. ત્યારે કલાકો સુધી Congress મંત્રી આલમગીર આલમ (Alamgir Alam) ના ઘર પર તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઉપરાંત તેમના નિવાસસ્થાને ED ના અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી.

Advertisement

  • કોંગ્રેસ મંત્રી આલમગીર આલમની કરી ED ધરપકડ

  • ED એ 12 માર્ચે આલમગીરને સમન્સ પાઠવ્યું હતું

  • ED એ રાંચીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા

ત્યારે Congress મંત્રી આલમગીર આલમ (Alamgir Alam) ની કલાકો બાદ ED એ તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. Congress મંત્રી આલમગીર આલમ (Alamgir Alam) ના સેક્રેટરીના નોકરના ઘરેથી 37 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી. આ મામાલે તેમની EDએ 14 મે, 2024 ના રોજ પણ આલમગીર આલમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. Jharkhand ના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમની આજે સવારે 11 વાગ્યાથી પૂછપરછ કરવામાં આવી રહી હતી.

ED એ 12 માર્ચે આલમગીરને સમન્સ પાઠવ્યું હતું

ત્યારબાદ ED એ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. ED એ 12 માર્ચે Alamgir Alam ને સમન્સ પાઠવ્યું હતું. તેમને 14 મેના રોજ રાંચીની ઝોનલ ઓફિસમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે તેમની આશરે 10 કલાક સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પછી આજે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: CAA Indian Citizenship: ભારતે પાડોશી દેશમાંથી આવેલા આટલા લોકોને સોંપી ભારતીય નાગરિકતા

ED એ રાંચીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા

6 મેના રોજ ED એ Congress મંત્રી Alamgir Alam ના અંગત સચિવ સંજીવ લાલના ઘરેલુ નોકર જહાંગીર આલમના એપાર્ટમેન્ટ પર દરોડા પાડ્યા હતા અને 37 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. દરોડા બાદ આલમ અને સંજીવ લાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ ED એ રાંચીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, જે દરમિયાન આ રોકડ મળી આવી હતી. આ સિવાય એજન્સીના અધિકારીઓએ જહાંગીર આલમના ફ્લેટમાંથી કેટલાક દાગીના પણ મળી આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Amritpal Singh News: વારિસ પંજાબ દેના પ્રમુખ જેલમાંથી પંજાબની પ્રસિદ્ધ બેઠક પરથી લડશે ચૂંટણી

રાજ્ય વિધાનસભામાં પાકુર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે

70 વર્ષીય Congress ના નેતા Alamgir Alam ઝારખંડમાં ગ્રામીણ વિકાસ મંત્રી છે અને રાજ્ય વિધાનસભામાં પાકુર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. આ દરોડા Jharkhand ગ્રામીણ વિકાસ વિભાગના ભૂતપૂર્વ મુખ્ય ઈજનેર વીરેન્દ્ર કે રામ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હતો, જેની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. આ વિભાગમાં કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત રીત કૌભાંડ કરવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Supreme Court To EC: SC એ ઉત્તરાખંડ અને ચૂંટણી પંચને લગાવી ફટકાર, કહ્યું વન વિભાગના….

Tags :
Advertisement

.