Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ministry of Civil Aviation: Akasa Air એ ઈન્ડિયન એરલાઇન્સની તુલનામાં સાબિત થઈ સૌથી લોકપ્રિય

Akasa Air બની વિશ્વની સૌથી લોકપ્રિય એયરલાયન્સ Ministry of Civil Aviation દ્વારા એયરલાયન્સને લઈને યાદી બહાર પાડવામાં આવી છે. ત્યારે બહાર પાડવામાં આવેલી રેન્કિંગ સૂચિ અનુસાર, Akasa Air હવે સમયસર શ્રેષ્ઠ પ્રદર્શન માટે એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી ટોચની ભારતીય...
ministry of civil aviation  akasa air એ ઈન્ડિયન એરલાઇન્સની તુલનામાં સાબિત થઈ સૌથી લોકપ્રિય
Advertisement

Akasa Air બની વિશ્વની સૌથી લોકપ્રિય એયરલાયન્સ

Ministry of Civil Aviation દ્વારા એયરલાયન્સને લઈને યાદી બહાર પાડવામાં આવી છે. ત્યારે બહાર પાડવામાં આવેલી રેન્કિંગ સૂચિ અનુસાર, Akasa Air હવે સમયસર શ્રેષ્ઠ પ્રદર્શન માટે એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી ટોચની ભારતીય એરલાઈન્સને માત આપી છે. હવાઈ મંત્રાલયે ઑન-ટાઇમ પર્ફોર્મન્સ (OTP) મેટ્રિક્સ માટેનો ડેટા જાહેર કર્યો છે. તેના અંતર્ગત નવેમ્બર 2023 મહિના માટે Akasa Air 78.2% OTP સાથે પ્રથમ રેન્ક પર હતી. ઈન્ડિગો 77.5% OTP સાથે બીજા સ્થાને હતી.

Advertisement

દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ - ચાર એરપોર્ટની સેવા, આગમન અને પ્રસ્થાનના આધારે તમામ એરલાઇન્સ માટે ઑન-ટાઇમ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની ગણતરી કરવામાં આવી હતી.

Advertisement

Akasa Air - 78.2 ટકા
Indigo - 77.5 ટકા
Vistara - 72.8 ટકા
Air India - 62.5 ટકા
Spicejet - 41.8 ટકા

ઈન્ડિયન એરલાઇન્સ દ્વારા મેળવવામાં આવેલી આ વર્ષે સિદ્ધિઓ

એરલાઇન્સની ફ્લાઇટ્સ સમયસર હોવાના આધારે OTP પ્રદર્શન માપવામાં આવે છે. જ્યારે ફ્લાઇટ નિર્ધારિત આગમન સમયની 15 મિનિટની અંદર આવે અથવા નિર્ધારિત પ્રસ્થાન સમયની 15 મિનિટની અંદર ઉપડે ત્યારે તેને સમયસર ગણવામાં આવે છે. તમામ સુનિશ્ચિત ડોમેસ્ટિક એરલાઈન્સ ફ્લાઈટ્સ માટે, નવેમ્બર 2023 માટે મુસાફરોને લગતી કુલ ફરિયાદોની સંખ્યા 601 હતી. નાગરિક હવાઈ મંત્રાલયના જણાવ્યા અનુસાર Vistara અને Indigo માં ફરિયાદ દરો સૌથી ઓછા હતા.

કેન્દ્રએ એ પણ જાહેર કર્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં સ્થાનિક એરલાઇન્સે મુસાફરોના પ્રવાહમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. ડોમેસ્ટિક એરલાઈન્સે જાન્યુઆરી 2023 અને નવેમ્બર 2023 વચ્ચે 1382.34 લાખ મુસાફરોને પ્રમાણ નોંધ્યું હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 25 ટકાથી વધુનો વધારો દર્શાવે છે.

Akasa Air નો સંપૂર્ણ ઈતિહાસ

Akasa Air ની સ્થાપના અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ 2022માં કરી હતી, અને ઈન્ડિગો અને એર ઈન્ડિયા સાથે સીધી હરીફાઈ કરતી ઓછી કિંમતની ભારતીય એરલાઈન્સ તરીકે તેનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. ઝુનઝુનવાલાએ જેટ એરવેઝ અને ગો ફર્સ્ટના ભૂતપૂર્વ સીઈઓ વિનય દુબે સાથે ભાગીદારીમાં Akasa Air શરૂ કરી.

આ પણ વાંચો: કોંગ્રેસને મળ્યો વધુ એક ઝટકો, નવજોત સિંહ સિદ્ધુ લોકસભા ચૂંટણી નહીં લડે

Tags :
Advertisement

.

×