Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ajmer Sharif Dargah: PM Modi અને ભાજપ સંગઠન દરગાહ માટે ચાદર અર્પણ કરશે

Ajmer Sharif Dargah: ભારત સરકાર દ્વારા ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફ દરગાહ પર PM Narendra Modi અને BJP લધુમતી મોર્ચાના વરદહસ્તે ચાદર ચઢાવવામાં આવશે. 11 જાન્યુઆરીના રોજ PM Narendra Modi આ ચાદર BJP લધુમતી મોર્ચાને સોંપવાના છે. જો કે PM Narendra...
ajmer sharif dargah  pm modi અને ભાજપ સંગઠન દરગાહ માટે ચાદર અર્પણ કરશે

Ajmer Sharif Dargah: ભારત સરકાર દ્વારા ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફ દરગાહ પર PM Narendra Modi અને BJP લધુમતી મોર્ચાના વરદહસ્તે ચાદર ચઢાવવામાં આવશે. 11 જાન્યુઆરીના રોજ PM Narendra Modi આ ચાદર BJP લધુમતી મોર્ચાને સોંપવાના છે.

Advertisement

જો કે PM Narendra Modi દર વર્ષે અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના દ્વારા ચડાવેલ ચાદર દરગાહ પર ચઢાવવામાં આવશે. PM પદ સંભાળ્યા બાદ Narendra Modi અત્યાર સુધીમાં 9 વખત અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી ચૂક્યા છે. આ રીતે તેઓ 11 જાન્યુઆરી 2024 ગુરુવારના રોજ 10 મી વખત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવવા જઈ રહ્યા છે.

ગયા વર્ષે 811માં ઉર્સના અવસર પર તેમણે અજમેર શરીફ દરગાહને ચાદર ભેટમાં આપી હતી. PM એ તેની તસવીર પણ શેર કરી હતી, જેમાં તેમની સાથે કેન્દ્રીય લઘુમતી મંત્રી સ્મૃતિ ઈરાની અને બીજેપી અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકી હાજર હતા.

Advertisement

Ajmer Sharif Dargah

Ajmer Sharif Dargah

RSS એ એક પત્રક પણ રજૂ કર્યું છે

RSS ના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેશ કુમારે 9 જાન્યુઆરીએ અજમેર શરીફ દરગાહને 40 ફૂટ લાંબી ચાદર અર્પણ કરી હતી. તેમણે ભારતમાં વિવિધ પરંપરાઓ સાથે સાથે રહેવા પર ભાર મૂક્યો અને કહ્યું કે ભારત ધાર્મિક યાત્રાધામો, તહેવારો અને સૌહાર્દથી ભરેલો દેશ છે. 40 ફૂટ લાંબી ચાદર અજમેર શરીફ દરગાહ ખાતે 13 જાન્યુઆરીએ ઉર્સના અવસર પર 51 સભ્યોના મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રતિનિધિમંડળ દ્વારા અર્પણ કરવામાં આવશે.

Advertisement

PM એ ઉર્સ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ

અજમેર દરગાહના સેવકોના સંગઠન દ્વારા PM Narendra Modi ને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમને 13 થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ઉર્સમાં ભાગ લેવા અજમેર દરગાહ આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. ઉર્સમાં ભાગ લેવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અજમેર આવશે.

ખાદિમોના સંગઠન અંજુમન સૈયદ જદગાનના સેક્રેટરી સરવર ચિશ્તીએ જણાવ્યું કે, હઝરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીનો 812 મો ઉર્સ 13 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહ્યો છે. ત્યારે આવસરે વિશ્વભરમાંથી વિવિધ જાતિ, સંપ્રદાય અને ધર્મના લોકો આવશે. તેથી આ અવસરે કોઈ આકસ્મિક કે જાનહાનીની ઘટના ના બને તે માટે સરકારને વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન કડક સુરક્ષા તૈનાત સુનિશ્ચિત કરી આપે.

આ પણ વાંચો: Ayodhya : સ્વામી પ્રસાદ મૌર્ય ફરી ભાંગરો વાટ્યો, કાર સેવકો પર આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન

Tags :
Advertisement

.