Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને મુખ્ય સચિવ પી.કે મિશ્રાનો કાર્યકાળ લંબાવાયો

નવી દિલ્હી: અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અને પીકે મિશ્રાનો કાર્યકાળ મોદી સરકાર દ્વારા વધારી દેવામાં આવ્યો છે. 10 જૂનથી સત્તામાં આવેલી નરેન્દ્ર મોદી સરકારે બે અધિકારીઓના કાર્યકાળને લંબાવ્યો છે. વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે મપી.કે મિશ્રાની ફરીથી નિમણૂક...
06:37 PM Jun 13, 2024 IST | KRUTARTH JOSHI
PK Mishra And Ajit Doval

નવી દિલ્હી: અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અને પીકે મિશ્રાનો કાર્યકાળ મોદી સરકાર દ્વારા વધારી દેવામાં આવ્યો છે. 10 જૂનથી સત્તામાં આવેલી નરેન્દ્ર મોદી સરકારે બે અધિકારીઓના કાર્યકાળને લંબાવ્યો છે. વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે મપી.કે મિશ્રાની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. નિમણૂંકોની જાહેરાત કરતા સરકારી નિવેદનમાં જણાવાયું કે, બંન્ને અધિકારી વડાપ્રધાન મોદીના કાર્યકાળ સુધી અથવા તો આગામી આદેશો સુધી, જે વહેલું હોય ત્યાં સુધી પોતાના પદ પર યથાવત્ત રહેશે. જેનો સીધો અર્થ છે કે, જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યાં સુધી અથવા આગળના આદેશો ન આવે ત્યાં સુધી બંન્ને અધિકારીઓ પોતાના પદ પર યથાવત્ત રહેશે.

અજિત ડોવલ અને પી.કે મિશ્રા પર પીએમને સૌથી વધારે વિશ્વાસ

અજિત ડોવલ અને પી.કે મિશ્રા બંનેને તેમના કાર્યકાળ દરમિયાન કેબિનેટ પ્રધાનના હોદ્દા પર રહેશે. કેબિનેટની નિમણૂંક સમિતિએ અમિત ખરે અને તરુણ કપૂરને વડાપ્રધાન કાર્યાલયમાં 10 જૂનથી બે વર્ષ માટે પીએમના સલાહકાર તરીકે પુનઃનિયુક્તિને પણ મંજૂરી આપી છે. તેઓની નિમણૂક "સચિવના રેન્ક અને સ્કેલ પર કરવામાં આવી છે. જેનો સીધો જ અર્થ છે કે, નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓની જેમ જ અધિકારીઓમાં પણ કોઇ મોટો ફેરફાર કરવાનું ટાળ્યું છે. જુના ખેલાડીઓ પર જ પોતાનો દાવ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને અધિકારીઓ લાંબા સમયથી આ મહત્વપુર્ણ પદ પર યથાવત્ત છે.

ડોવલ મોદી સરકારમાં મુખ્ય સુરક્ષા સલાહકાર

ઇન્ટેલિજન્સ બ્યુરોના ભૂતપૂર્વ ડિરેક્ટર ડોભાલ, વડાપ્રધાનના સૌથી વિશ્વાસુ સહાયકોમાંના એક છે અને 2014 થી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. 1968-બેચના IPS અધિકારી, જે કેરળ કેડરના હતા, તે પ્રથમ પોલીસ કર્મચારી હતા. કીર્તિ ચક્રથી સન્માનિત છે. જે અશોક ચક્ર બાદનો બીજો સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે. આ દેશના ખુબ જ શક્તિશાળી પદ અને અધિકારીઓ પૈકીના એક છે.

પી.કે મિશ્રા લાંબા સમયથી પીએમના મુખ્ય સચિવ

પીકે મિશ્રાએ 2019માં નૃપેન્દ્ર મિશ્રાની જગ્યાએ વડાપ્રધાનના મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 1972 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી, મિશ્રા અગાઉ વડાપ્રધાનના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપતા હતા. તેમણે ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ સસેક્સમાંથી અર્થશાસ્ત્ર/વિકાસ અભ્યાસમાં પીએચડી કર્યું છે.

Tags :
Ajit Doval reappointed NSApk mishraPrincipal Secretary
Next Article