હવાઈ મુસાફરીમાં ફરી જોવા મળ્યો ઉછાળો, એક જ દિવસમાં તોડ્યો રેકોર્ડ
- 17 નવેમ્બરે હવાઈ મુસાફરીનો રેકોર્ડ
- 5 લાખથી વધુ મુસાફરોની એક દિવસમાં મુસાફરી
- ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ચોંકાવનારા આંકડા
- હવાઈ મુસાફરીમાં ફરી જોવા મળ્યો ઉછાળો
- દિવાળી બાદ મુસાફરોની સંખ્યામાં વધારો
- 17 નવેમ્બરે 3173 ફ્લાઇટ્સનું સંચાલન
- ભારતીય એવિએશનમાં નવાં માઈલસ્ટોન
- એક જ દિવસે 5 લાખ મુસાફરોએ યાત્રા કરી
Indian Aviation : હવાઈ મુસાફરી (Indian Air Travel) કરનારા લોકોની સંખ્યા ભારતમાં સતત વધી રહી છે. 17મી નવેમ્બરનો દિવસ તેના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ છે, કારણ કે આ દિવસે 5 લાખથી વધુ લોકોએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ (Domestic Flights) માં મુસાફરી કરી હતી. આ રોજિંદા વધતા ટ્રેન્ડને તાજેતરના આંકડાઓ પણ સમર્થન આપે છે.
17મી નવેમ્બરે ડોમેસ્ટિક મુસાફરીના રેકોર્ડ
17મી નવેમ્બરના ડેટા અનુસાર, કુલ 3173 ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન થયું હતું, જે દ્વારા 5,05,412 મુસાફરોને લઈ જવામાં આવ્યા હતા. આ વર્ષે દિવાળી બાદ હવાઈ મુસાફરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગયા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો 8મી નવેમ્બરે 4.9 લાખ મુસાફરો અને ત્યારબાદ 9મી નવેમ્બરે 4.96 લાખ, 14મી નવેમ્બરે 4.97 લાખ, 15મી નવેમ્બરે 4.99 લાખ અને 16મી નવેમ્બરે 4.98 લાખ મુસાફરોએ હવાઈ સફર કરી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે હવાઈ મુસાફરીની લોકપ્રિયતા સતત વધી રહી છે.
દિવાળી દરમિયાન ઘટાડો
દિવાળી તહેવાર દરમિયાન મુસાફરોની સંખ્યામાં થોડો નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. સામાન્ય રીતે તહેવારોમાં મુસાફરીમાં વધારો થતો હોય છે, પરંતુ આ વર્ષે આ ટ્રેન્ડ વિરુદ્ધ હતું. જીહા, આ વખતે દિવાળી નિમિત્તે મુસાફરોની સંખ્યા ઓછી રહી હતી. અગાઉ, Q2-FY25 ના પરિણામોની જાહેરાત કરતી વખતે, ઇન્ડિગોએ સતત 7 ક્વાર્ટરના નફા પછી ખોટ નોંધાવી હતી. દિવાળી પછી હવાઈ મુસાફરીમાં વધારો થવા પાછળ લગ્નની સિઝન અને શાળાની રજાઓ હોવાનું માનવામાં આવે છે.
ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો
મહિનાની સરેરાશ 3161 ફ્લાઇટ્સ દરરોજ ચલાવવામાં આવી રહી છે, જે ગયા મહિના કરતા માત્ર 8 ફ્લાઇટ્સ વધુ છે. જોકે, દિવાળીની તુલનામાં આ ઓછી છે. તેમ છતાં, તાજેતરના દિવસોમાં હવાઈ મુસાફરોની વધતી સંખ્યા એવિએશન ઇન્ડસ્ટ્રી માટે આશાવાદી છે.
મુસાફરો માટે પડકાર
તહેવારો બાદ મુસાફરોની સંખ્યા વધવા છતાં, ઈન્ડિગો સહિત કેટલીક એરલાઈન્સના શિડ્યુલને લઈને પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે. મુસાફરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ આ વધતો ટ્રેન્ડ એયરલાઇન્સ માટે એક સારો સંકેત છે.
આ પણ વાંચો: Indigo ફ્લાઈટમાં બોમ્બની ધમકી, રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ