Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Agni Missile : બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ, રક્ષા મંત્રીએ અભિનંદન પાઠવ્યા...

ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે DRDO સાથે મળીને નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમ (Agni Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર ગઈકાલે સાંજે લગભગ 7 વાગ્યે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલો પરમાણુ હથિયાર...
02:59 PM Apr 04, 2024 IST | Dhruv Parmar

ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે DRDO સાથે મળીને નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમ (Agni Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર ગઈકાલે સાંજે લગભગ 7 વાગ્યે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલો પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ (Agni Missile)ને ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. આ પહેલા ગયા વર્ષે 7 જૂને પણ DRDO એ અગ્નિ પ્રાઇમ મિસાઈલ (Agni Missile)નું સફળ પરીક્ષણ કર્યું હતું.

પરીક્ષણ દરમિયાન વિવિધ સેન્સર સ્થાપિત કરાયા...

રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, પરીક્ષણ દરમિયાન અગ્નિ પ્રાઈમ મિસાઈલે તમામ માપદંડો અને ઉદ્દેશ્યોને પૂર્ણ કરે છે. પરીક્ષણ દરમિયાન વિવિધ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં મિસાઇલ પરીક્ષણ સાથે સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. મિસાઈલ પરીક્ષણ દરમિયાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના વડા સહિત ડીઆરડીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

રક્ષા મંત્રીએ સફળ પરિક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા...

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગ્નિ મિસાઈલના સફળ પરીક્ષણ પર DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડને અભિનંદન પાઠવ્યા હતા. રક્ષા મંત્રીએ કહ્યું કે મિસાઈલના સફળ પરીક્ષણથી સુરક્ષા દળો મજબૂત થશે. CDS જનરલ અનિલ ચૌહાણ અને DRDO અધ્યક્ષ સમીર વી કામતે પણ અગ્નિ પ્રાઇમ મિસાઇલ (Agni Missile)ના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અગ્નિ પ્રાઇમ મિસાઇલની વિશેષતાઓ શું છે?

અગ્નિ પ્રાઇમ બેલેસ્ટિક મિસાઇલ (Agni Missile) મધ્યમ રેન્જની મિસાઇલ છે, જેની રેન્જ 1200-2000 કિલોમીટરની વચ્ચે છે. આ મિસાઈલ તેની ચોકસાઈ માટે જાણીતી છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલ પર 1500 થી 3000 કિલોગ્રામ વોરહેડ લઈ જઈ શકાય છે. આ મિસાઈલનું વજન લગભગ 11 હજાર કિલોગ્રામ છે. અગ્નિ મિસાઈલ શ્રેણીની આ સૌથી નવી અને છઠ્ઠી મિસાઈલ છે. આ મિસાઈલને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવી છે. આ પ્રોગ્રામ હેઠળ પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને આકાશ જેવી મિસાઇલો વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો : PM Jamui Rally : PM એ જમુઈ રેલીમાં કોંગ્રેસ-RJD પર કર્યા પ્રહારો, ચિરાગને નાનો ભાઈ કહ્યો…

આ પણ વાંચો : Lok Sabha Eletion : હેમા માલિનીએ ઉમેદવારી નોંધાવી, સુરજેવાલાને પણ આપ્યો વળતો જવાબ…

આ પણ વાંચો : Arvind Kejriwal ને દિલ્હી હાઈકોર્ટથી મળી રાહત, મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી ફગાવી…

Tags :
Agni missileagni-primeballistic missile agni primeCDSDRDOGujarati NewsIndiaIndian-ArmyNational
Next Article