ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિલાએ 10 પુરૂષો સાથે સંબંધો બાંધ્યા પછી તમામ પર લગાવ્યા બળાત્કારનો આક્ષેપ

મહિલાએ પરિવારને બ્લેક મેઇલ કરવા અપનાવ્યો વિચિત્ર રસ્તો હાઇકોર્ટ દ્વારા આવી મહિલાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી મહિલાએ પુરૂષના પરિવારના લોકોના નામ પણ ફરિયાદમાં લખાવ્યા નવી દિલ્હી : મામલો કર્ણાટક હાઇકોર્ટ પહોંચ્યો. કોર્ટમાં વિવેક અને તેના પરિવારના સભ્યોએ તર્ક...
07:26 PM Sep 12, 2024 IST | KRUTARTH JOSHI
Karnataka high court

નવી દિલ્હી : મામલો કર્ણાટક હાઇકોર્ટ પહોંચ્યો. કોર્ટમાં વિવેક અને તેના પરિવારના સભ્યોએ તર્ક આપ્યો કે વિવેક દીપિકા દ્વારા દાખલ કરવામાં આવેલા 10 માં કિસ્સાનો શિકાર છે. પોતાની દલીલમાં કોર્ટને કહ્યું કે, તેમના પરિવારના તમામ સભ્યોનો જબરજસ્તી તેમાં ખસેડવામાં આવ્યા છે.

કોર્ટે પોલીસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા

એક મહિલાએ 10 પુરૂષો સાથે લગ્ન કર્યા હતા. તેમની સાથે સંબંધ બનાવ્યા હતા. હવે તેણે તે તમામ લોકો પર બળાત્કારનો આક્ષેપ કર્યો છે. આ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઇકોર્ટમાં હાલમાં જ પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષક (DG-IGP) ને નિર્દેશ આપ્યો કે તેઓ શંકાસ્પદ મહિલા દીપિકાની માહિતી સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનમાં ડિજિટલ સ્વરૂપે પ્રસારિત કરે અને તેમને તેની ફરિયાદોથી સાવધાન રહેવા માટે જણાવે.

આ પણ વાંચો : Shimla : 14 વર્ષના વિવાદનો આવશે અંત! હવે મુસ્લિમ પક્ષ પોતે મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવા તૈયાર

જજે કહ્યું આ મહિલાની તસ્વીર તમામ પોલીસ સ્ટેશનમાં મોકલો

ન્યાયમૂર્તિ એમ.નાગપ્રસન્નાએ કર્ણાટકના હાસન જિલ્લાના સર્કુલેશપુરની કોફીના બગીચાના માલિકો પીકે વિવેક અને તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ ચાલી રહેલા કેસને રદ્દ કર્યા બાદ આ નિર્દેશ આપ્યા. કોડાગુ જિલ્લાના કુશાલનગરમાં રહેનારા વિવેક અને દીપિકા 28 ઓગસ્ટ, 2022 ના રોજ મૈસુરની હોટલ લલિત મહેલ પેલેસમાં એક વ્યાપારિક કામ અંગે મળ્યા હતા. આ દરમિયાન બંન્ને વચ્ચે સંબંધ બની ગયા હતા.

આ પણ વાંચો : IC 814 પ્લેન હાઇજેક પર તત્કાલિન CM ફારુક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારના કાન મરોડ્યા

મહિલાએ બળાત્કારની ફરિયાદો દાખલ કરાવી

તેના થોડા જ મહિનાઓ બાદ 8 સપ્ટેમ્બર, 2022 ના રોજ દીપિકાએ વિવેકની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી અને કુશાલનગર પોલીસના બંન્નેને આંતરિક મામલો ઉકેલવા માટે કહ્યું. 19 સપ્ટેમ્બર, 2022 ના રોજ દાખલ એક બીજી ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો કે, વિવેકે તેના લગ્ન કર્યા અને ત્યાર બાદ તુરંત જ તેમને છોડી દીધા હતા.

આ પણ વાંચો : દશકોથી ડાબેરી નેતાઓના સૂત્રધાર રહેલા Sitaram Yechury નું થયું નિધન

પરિવારને પણ કેસમાં સંડોવવાનો આક્ષેપ

આ મામલો કર્ણાટક હાઇકોર્ટ પહોંચ્યો. કોર્ટમાં વિવેક અને તેના પરિવારના સભ્યોએ તર્ક આપ્યો કે, વિવેક દીપિકા દ્વારા દાખલ કરવામાં આવેલા 10 કેસનો શિકાર છે. પોતાની દલીલમાં કોર્ટને કહ્યું કે, તેમના પરિવારના તમામ સભ્યોને જબરજસ્તી ખેંચાઇ રહ્યા છે. ન્યાયમૂર્તિ નાગપ્રસન્નાએ કહ્યું કે, 2011 થી દીપિકાએ બળાત્કાર, ક્રૂરતા, ધમકી, ધોખાધડી વગેરેના આરોપો લગાવતા અલગ અલગ પતિઓ-સાથિઓની વિરુદ્ધ 10 ફરિયાદો દાખલ કરાવી છે. તેમણે કહ્યું કે, મોટાભાગની ફરિયાદો બેંગ્લુરૂના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી. ચિક્કાબલ્લાપુર અને મુંબઇમાં એક-એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rajasthan to Korea : શાકભાજી વેચનારની દીકરી દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે બની સેતુ

દીપિકા બ્લેકમેઇલ કરવા માટે ફરિયાદ કરે છે

જજે જણાવ્યું કે, ત્રણ કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીઓને મુક્ત કરી દીધા હતા. પીડિતોએ દીપિકાની વિરુદ્ધ પરાણે વસુલી અને અન્યગુનાઓનો આરોપ લગાવતા પાંચ ફરિયાદો દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે, મુક્ત કરવાના તમામ આદેશોમાં એક સમાન ટ્રેન્ડ છે. વારંવાર નોટિસ ફટકારવા છતા ફરિયાદો કોર્ટમાં હાજર નથી થતી. ફરિયાદીએ કોઇ કારણ વગર પુરૂષો અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદો દાખલ કરાવી છે. બળાત્કાર જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : એરફોર્સ વિંગ કમાન્ડરે મને કહ્યું, મારા રુમમાં આવ મારે તને ગિફ્ટ આપવાની છે

Tags :
GujaratGUJARATI firstGujarati NewsHigh CourtKarnatakaKarnataka High Courtlatest newsSpeed NewsTrending News
Next Article