Pahalgam હુમલા બાદ વાયુસેનાએ યુદ્ધાભ્યાસ કર્યો શરૂ, પાકિસ્તાન મુકાયુ ચિંતામાં
Pahalgam: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પગલા ભરી રહ્યું છે. ત્યારે ભારતીય વાયુસેનાએ 'એક્સરસાઈઝ આક્રમણ' હેઠળ એક મોટી લશ્કરી કવાયત શરૂ કરી છે. જેમાં પહાડી અને જમીનના લક્ષ્યો પર હવાઈ હુમલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. યુદ્ધાભ્યાસ ( air force)હાલમાં મધ્ય સેક્ટરમાં ચાલી રહ્યું છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાના પાઈલટ્સ પહાડી અને જમીન પરના લક્ષ્યો પર હુમલાનો અભ્યાસ કરી રહ્યા છે.
રાફેલ-સુખોઈની વોર ડ્રિલથી પાકિસ્તાન ચિંતામાં
સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વીય સેક્ટરથી મધ્ય સેક્ટરમાં વાયુસેનાના ઘણા સાધનો મોકલવામાં આવ્યા છે. જ્યાં આ યુદ્ધાભ્યાસ હેઠળ લાંબા અંતર સુધી જઈને દુશ્મનના સ્થળો પર ચોક્કસ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પાઈલટ્સ વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિઓમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેથી તેમને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કામ કરવાનો અનુભવ મળી શકે. આ યુદ્ધાભ્યાસને 'આક્રમણ' નામ આપવામાં આવ્યું છે, જે તેના ઉદ્દેશ્યને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. તેનો અર્થ એ છે કે હુમલો કરવો અને હુમલો કરવાની ક્ષમતાને મજબૂત બનાવવી. આ દરમિયાન, વાયુસેનાના ટોચના ગન પાઈલટ્સ સક્રિય રીતે સામેલ છે અને વરિષ્ઠ સ્તરના અધિકારીઓ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જમીન અને પર્વતીય લક્ષ્યો પર ચોકસાઈથી પ્રહાર કરવા માટે પાઇલટ્સને તાલીમ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વાયુસેનાના યુદ્ધાભ્યાસના આ સમાચાર સાંભળીને પાકિસ્તાન ચિંતામાં આવી ગયું છે અને સમગ્ર જગ્યા પર હાલમાં ડરનો માહોલ છે.
યુદ્ધાભ્યાસમાં રાફેલ અને સુખોઈ વિમાન સામેલ
તમને જણાવી દઈએ કે આ યુદ્ધાભ્યાસમાં રાફેલ અને સુખોઈ વિમાન ઉપરાંત મિરાજ, એસ-4 જેવા વિમાનોનો પણ સમાવેશ થાય છે. રાફેલએ 4.5 પેઢીનું વિમાન છે. તે દુશ્મનના બંકરને નિશાન બનાવી શકે છે, તે તેમના ટેન્કને નિશાન બનાવી શકે છે. જો કોઈ દુશ્મન ક્યાંક છુપાયેલો હોય તો તે તેના પર હુમલો કરી શકે છે. આ લાંબા અંતરનું ડ્રિલ્ડ છે. બંને સ્ક્વોડ્રનને ખસેડવામાં આવ્યા છે, આ એક મોટી વાત છે.