Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ ખૂલ્યો apple સ્ટોર, CEO ટીમ કુક દ્વારા કરાયું ઓપનિંગ

દેશની રાજધાની દિલ્હીમાં ભારતનો બીજો Apple Store ઓપન થઈ ગયો છે. એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ટિમ કુકે દિલ્હીના સાકેતમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. ભારતનો પ્રથમ એપલ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખોલવામાં આવી હતો, જે 18 એપ્રિલે લોકો માટે...
મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ ખૂલ્યો apple સ્ટોર  ceo ટીમ કુક દ્વારા કરાયું ઓપનિંગ

દેશની રાજધાની દિલ્હીમાં ભારતનો બીજો Apple Store ઓપન થઈ ગયો છે. એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ટિમ કુકે દિલ્હીના સાકેતમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. ભારતનો પ્રથમ એપલ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખોલવામાં આવી હતો, જે 18 એપ્રિલે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આઇફોન ઉત્પાદક કંપની ભારતમાં 25 વર્ષ પૂર્ણ કરી રહી છે આ અવસર પર કંપનીએ દેશને બે એપલ સ્ટોર ભેટમાં આપ્યા છે.

Advertisement

સાકેતમાં એપલ સ્ટોર જોવા માટે ભીડ એકઠી થઈ હતી. મુંબઈમાં એપલ સ્ટોરના ઉદ્ઘાટન વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. એકસાથે બે સ્ટોર ખોલવાથી એપલ ભારતીય ગ્રાહકો સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે. તે જ સમયે, ગ્રાહકોને એક છત નીચે Appleના વિવિધ ઉત્પાદનો ખરીદવાની તક પણ મળશે.

Advertisement

દિલ્હીના Apple સ્ટોરની વિશેષતા

દિલ્હીમાં એપલ સ્ટોર ગ્રાહકોને ખાસ ડિઝાઇન કરેલા વળાંકવાળા સ્ટોરફ્રન્ટ દ્વારા આવકારે છે. એપલના ઉત્પાદનો અને એસેસરીઝ ડિસ્પ્લે દર્શાવવા માટે વ્હાઇટ ઓક ટેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટોર ફીચર વોલ ભારતમાં બનાવવામાં આવી છે.

Advertisement

એપલ સ્ટોર દિલ્હીની ડિઝાઇન

એપલના દિલ્હી આઉટલેટનું નામ એપલ સાકેત રાખવામાં આવ્યું છે. તે દક્ષિણ દિલ્હીના સિલેક્ટ સિટી વોક મોલમાં સ્થિત છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી તેનું અંતર લગભગ 16 કિલોમીટર છે. આ સ્ટોરની ડિઝાઇન દિલ્હીના ઘણા દરવાજાઓથી પ્રેરિત છે. દર મહિને ભાડું 40 લાખ રૂપિયા છે.

Tags :
Advertisement

.