Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મમતા બેનર્જી પર ગિરિરાજ સિંહની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મહુઆ મોઇત્રાનો પલટવાર, કહ્યું- તમે અમને જણાવશો કે..!

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગિરિરાજ સિંહે તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પછી વિવાદ ઊભો થયો છે. હકીકતમાં, તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF)ની...
મમતા બેનર્જી પર ગિરિરાજ સિંહની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મહુઆ મોઇત્રાનો પલટવાર  કહ્યું  તમે અમને જણાવશો કે

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગિરિરાજ સિંહે તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પછી વિવાદ ઊભો થયો છે. હકીકતમાં, તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF)ની 29મી આવૃત્તિ દરમિયાન ફિલ્મી હસ્તીઓ સાથે ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Advertisement

મમતા બેનર્જીના આ ડાન્સ વીડિયો પર ગિરિરાજ સિંહે કોમેન્ટ કરી હતી કે, તેઓ ઉજવણી કરી રહ્યા છે, ઠુમકા લગાવી રહ્યા છે, તે યોગ્ય નથી. કેન્દ્રીય મંત્રીના આ નિવેદન પર હવે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પલટવાર કરતા પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હવે તમે (ગિરિરાજ સિંહ) અમને જણાવશો કે અમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમારા મંત્રાલયે મનરેગા મજદૂરોના રૂ. 7 હજાર કરોડની ચોરી કરી છે. જે મનરેગા મજદૂરોએ મજૂરી કરી છે, તમે તેમના રૂપિયા રોકીને રાખ્યા છે.

Advertisement

'બીજેપી મહિલા સશક્તિકરણને પસંદ કરતી નથી'

મહુઆ મોઈત્રાએ વધુમાં કહ્યું કે, ગિરિરાજ સિંહ ખોટું બોલે છે. પહેલા તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને હવે ઇનકાર કરી રહ્યા છે. મહુઆ મોઇત્રાએ બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, બીજેપી મહિલા સશક્તિકરણને પસંદ કરતી નથી, તેઓ મહિલાને સત્તામાં લાવવા માગતા નથી. જણાવી દઈએ કે, આ પહેલા ગિરિરાજ સિંહે કહ્યું હતું, ત્યાં લોકો ભૂખ અને બેરોજગારીથી મરી રહ્યા છે અને તેઓ જશ્ન મનાવી રહ્યા છે. ફેસ્ટિવલમાં ઠુમકા લગાવવા કેમ જરૂરી છે. તેમની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર છે.

Advertisement

આ પણ વાંચો- રાજસ્થાનના નવા CMની ચર્ચા વચ્ચે વસુંધરા રાજે દિલ્હી પહોંચ્યા, બાબા બાલકનાથે કરી ઓમ માથુર સાથે મુલાકાત

Tags :
Advertisement

.