Aditya-L-1 : આદિત્ય L1 એ ત્રીજુ અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
ચંદ્રયાન 3ની સફળતા બાદ દુનિયાની નજર આદિત્ય L1 પર કેન્દ્રિત છે.એક પછી એક પડાવ પાર કરી આદિત્ય L1 સુર્યની નજીક જઈ રહ્યું છે.ત્યારે વધુ એક ખુશખબર ઈસરો તરફથી આપવામાં આવી છે. ત્યારે ISROએ જણાવ્યુ હતું કે બેંગલૂરુ સ્થિત ISTRACએ ત્રીજી વખત સફળતાપૂર્વક આદિત્ય L-1ની ભ્રમણકક્ષાને વધારી દેવામાં આવી છે. હવે આદિત્ય L-1 296x 71,767 કિલોમીટર લંબગોળ ભ્રમણકક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે.
આદિત્ય L1એ ત્રીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
આદિત્ય L1 સુર્યની સફર પર નિકળ્યું છે..બે પડાવ પાર કર્યા બાદ આદિત્ય L1એ ત્રીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જેની ઈસરોએ ટ્વીટ કરીને તમામ જાણકારી આપી છે. મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેર ખાતેના કમાન્ડ સેન્ટર ગ્રાઉન્ડ સ્ટેશનો દ્વારા આ ઓપરેશનને ટ્રેક કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રોફિઝિક્સ, હવામાનશાસ્ત્ર અને દૂરસંચાર સહિત વિવિધ વૈજ્ઞાનિક ક્ષેત્રો માટે સૂર્યને સમજવું મહત્વપૂર્ણ છે..આદિત્ય-L1 દ્વારા મહત્વપૂર્ણ ડેટા મળી શકે તેવી અપેક્ષા સેવાઈ રહી છે..જે સૂર્યની વર્તણૂક અને પૃથ્વીની આબોહવા અને ટેક્નોલોજી પર તેની અસર વિશેની માહિતી ઉપલબ્ધ કરશે.અંધકારના રસ્તે અજવાશ ભણી પ્રયાણ કરી રહેલ આદિત્ય L1 તેના મૂળ ઉદ્દેશ નજીક પહોંચી ગયું છે. આદિત્યનો એક અર્થ સુર્ય પણ થાય છે, અને એટલે જ સુર્ય તરફ પ્રયાણ કરતા મિશનને આપણે આદિત્ય L1 નામ આપ્યું છે.
આદિત્ય L1 સુર્ય તરફ નજીક જઈ રહ્યું છે
2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આદિત્યની સફરે નીકળ્યું હતું આદિત્ય L1. સુર્યની ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતું આદિત્ય L1 સુર્ય તરફ નજીક જઈ રહ્યું છે ત્યારે આદિત્યે હવે ત્રીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે..આ અગાઉ આદિત્ય એલ-1નું બીજું અર્થ બાઉન્ડ મેન્યૂવર 5 સપ્ટેમ્બરના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. અને પહેલું અર્થ બાઉન્ડ મેન્યૂવર 3 સપ્ટેમ્બરે પૂર્ણ થયું હતું... આદિત્ય L1 મિશન 15 લાખ કિમીની મુસાફરી કરીને પૃથ્વી અને સૂર્યની વચ્ચેના પોઈન્ટ L1 પર સ્થાપિત થશે. જ્યાં સૂર્ય અને પૃથ્વી બંનેનું ગુરુત્વાકર્ષણ બળ પહોંચે છે. જ્યાંથી સુર્યને સરળતાથી જોઈ શકાશે. જેના થકી સૂર્યના અવલોકનોમાં મદદ મળશે.
આ પણ વાંચો- G20 SUMMIT 2023 : PM મોદી-જો બિડેન સહિત અનેક નેતાઓએ ગાંધી બાપુને આપી શ્રદ્ધાંજલિ