America માં લાગેલા આક્ષેપો અંગે ADANI ની સ્પષ્ટતા, આક્ષેપ પાયાવિહોણા, કોર્ટમાં થશે ફેસલો
- ADANI GROUP એ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા
- અદાણી એક ખુબ જ નૈતિકતાવાદી સંગઠન હોવાની સ્પષ્ટતા
- કોર્ટમાં દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે તેવી આશા વ્યક્ત કરી
Gautam Adani પર America માં તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (Adani Green Energy LTD) ને સોલાર એનર્જી પ્રોડક્ટ અંગેનો કોન્ટ્રાક્ટ અપાવવા માટે 265 મિલિયન ડોલરની (આશરે 2236 કરોડ રૂપિયા)લાંચ આપવાનો આરોપ લાગ્યો છે.
Gautam Adani પર પણ લાગ્યા ગંભીર આક્ષેપ
Adani Group ના Chairman Gautam Adani અને તેમની કંપની અદાણી ગ્રીન એનર્જીના (Adani Green Energy) ડાયરેક્ટર વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ અને SEC દ્વારા લગાવાયેલા આરોપો અંગે અદાણી ગ્રુપ તરફથી સ્ષ્ટતા કરવામાં આવી છે. સમુહ તરફથી આ તમામ આરોપોને નિરાધાર ગણાવતા ફગાવી દીધા છે. ADANI GROUP તરફથી બહાર પડાયેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે, આ આરોપો જ્યાં સુધી સિદ્ધ નથી થતા ત્યાં સુધી પ્રતિવાદી નિર્દોષ જ માનવામાં આવે છે. હાલ આ આક્ષેપ છે.
શેરહોલ્ડર્સને આપ્યો વિશ્વાસ
Adani Group દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે, તમામ આરોપો નિરાધાર છે. જેમ કે અમેરિકી ન્યાય વિભાગે સ્વયં કહંયું છે કે, અભિયોગમાં લગાવાયેલા આરોપો હાલ આરોપ છે અને જ્યાં સુધી દોષિત સાબિત નથી થતા ત્યા સુધી જોડાયેલા લોકોને નિર્દોષ માનવામાં આવે છે. ગ્રુપ તરફથી કહેવાયું છે કે, તમામ કાયદાકીય ઉપાયો કરવામાં આવશે. આ સાથે જ શેર ધારકોને વિશ્વાસ અપાવતા સ્ટેટમન્ટમાં કહ્યું કે, અદાણી ગ્રુપે હંમેશા તમામ સેક્ટર્સમાં પારદર્શિતા અને રેગ્યુલેટરી નિયમોનું પાલન કર્યું છે અને કરતું રહેશે. અમે પોતાના શેરહોલ્ડર્સ, પાર્ટનર્સ અને સમુહની કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓને આશ્વસ્ત કરીએ છીએ કે અમે કાયદાનું પાલન કરનારુ સંગઠન છીએ. જે તમામ પ્રકારે કાયદાનું પાલન કરે છે.
ગૌતમ અદાણી પર શું આરોપ લાગ્યા
સૌથી પહેલા વાત કરીએ તે આરોપો અંગે જે અમેરિકામં ગૌતમ અદાણી અને તેમની કંપની પર લગાવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી પર કથિત રીતે અમેરિકામાં તેમની કંપની અદાણી ગ્રીન એનર્જીને સોલાર એનર્જી અંગેનો પ્રોજેક્ટ અપાવવા માટે 265 મિલિયન ડોલરની લાંચ આપવા અને અમેરિકી બેંકો અને ઇન્વેસ્ટર્સને છુપાવવાનો આરોપ છે. અમેરિકી અભિયોજકોએ દાવો કર્યો કે, આ કંપની અન્ય સીનિયર અધિકારીઓએ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને આ પેમેન્ટ અંગે સંમતી વ્યક્ત કરી હતી.
ભારતીય-અમેરિકી અધિકારીઓને લાંચ આપી
ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર અદાણી ગ્રીન એનર્જીના ખોટા નિવેદનોના આધારે ગુમરા કર્યા અને 2021 માં બોન્ડની રજુઆત કરી અને સાથે અમેરિકા ઉપરાંત ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ અને અમેરિકી બેંકોમાંથી પૈસા ઉઠાવ્યા. અમેરિકી એટોર્ની બ્રાયન પીસનું કહેવું છે કે, અબજો ડોલરના કોન્ટ્રાક્ટને પ્રાપ્ત કરવા માટે ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપવાની એક મોટી યોજના તૈયાર કરવામાં આવી હતી. ગૌતમ અદાણીએ પણ આ અંગે કથિત રીતે સરકારી અધિકારીઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી.
Know more: https://t.co/uNYlCaBbtk pic.twitter.com/fQ4wdJNa9d
— Adani Group (@AdaniOnline) November 21, 2024