Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સચિન તેંડુલકરરે PM મોદીને 'નમો' લખેલી જર્સી ભેટમાં આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ભગવાન શિવની થીમ વાળા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે. 121 કરોડની જમીન પર બનનારા આ સ્ટેડિયમનો ખર્ચ અંદાજે 330 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ લોન્ચ ઈવેન્ટમાં સચિન તેંડુલકર સહિત અનેક દિગ્ગજ...
સચિન તેંડુલકરરે pm મોદીને  નમો  લખેલી જર્સી ભેટમાં આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ભગવાન શિવની થીમ વાળા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે. 121 કરોડની જમીન પર બનનારા આ સ્ટેડિયમનો ખર્ચ અંદાજે 330 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ લોન્ચ ઈવેન્ટમાં સચિન તેંડુલકર સહિત અનેક દિગ્ગજ ક્રિકેટર હાજર રહ્યા હતા.

Advertisement

સચિન તેંડુલકરે PM મોદીને જર્સી ભેટમાં આપી

વારાણસીમાં આયોજિત આ મેગા ઈવેન્ટમાં સ્ટેજ પર PM મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સચિન તેંડુલકર, BCCI સચિવ જય શાહ સહિત અન્ય ક્રિકેટર હાજર હતા. આ દરમિયાન સચિન તેંડુલકરે PM મોદીને એક વિશેષ જર્સી ભેટમાં આપી હતી. જેમાં આગળ ઈન્ડિયા અને પાછળ 'નમો' નામ પ્રિન્ટ છે.

Advertisement

Advertisement

વારાણસીના ગાંજરી, રાજાતાલાબમાં બનાનારૂં આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે 30 એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ સ્ટેડિયમની થીમ આધારિત આર્કિટેક્ચરલ પ્રેરણા ભગવાન શિવ પાસેથી લેવામાં આવી છે, જેમાં અર્ધચંદ્રાકાર આકારની છત, ત્રિશુલ આકારની ફ્લડ-લાઇટ, ઘાટની સીડીઓ આધારિત બેઠક વ્યવસ્થા, બિલીપત્ર આકારની ધાતુની ચાદરની ડિઝાઇન વિકસાવવામાં આવી છે. આ સ્ટેડિયમની ક્ષમતા 30 હજાર દર્શકોની હશે. સાથે વર્ષ 2025 સુધીમાં આ સ્ટેડિયમ તૈયાર થઈ જશે.

400 કરોડથી વધુનો ખર્ચ થશે

આ ક્રિકેટ સ્ટેડિયમ ગંજરી વિસ્તારમાં 30 એકરથી વધુ વિસ્તારમાં બનાવવામાં આવશે. આ સ્ટેડિયમ બનાવવા માટે રૂપિયા 330 કરોડથી વધુનો ખર્ચ થશે. આ સ્ટેડિયમમાં લગભગ 30 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં આ ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે. અત્યારે ઉત્તરપ્રદેશમાં લખનઉ અને કાનપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે.

અટલ નિવાસી શાળામાં શું સુવિધાઓ હશે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીને 1500 કરોડ રૂપિયાની ભેટ આપી છે. વડાપ્રધાન આજે 16 અટલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ કર્યો છે. શાળા પાછળ 1,115 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે. શાળાઓમાં ઉત્તમ સુવિધાઓ આપવામાં આવશે. દરેક શાળામાં 1000 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. રમતનું મેદાન બનાવવામાં આવશે. મનોરંજનની સુવિધાઓ પણ હશે. મિની ઓડિટોરિયમ બનાવવામાં આવશે. હોસ્ટેલની વ્યવસ્થા હશે. કેન્ટીન અને સ્ટાફ માટે રહેણાંક ફ્લેટ પણ બનાવવામાં આવશે.

આ  પણ  વાંચો -કોંગ્રેસ સાંસદ જયરામ રમેશનની ટિપ્પણી પર જે.પી નડ્ડાએ આપ્યો વળતો જવાબ

Tags :
Advertisement

.