Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Accident: મથુરા પાસે બે બસો વચ્ચે અકસ્માત, 40 યાત્રીઓ થયા ઘાયલ

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડી અને ધુમ્મસ વચ્ચે યમુના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો છે. હાઈવે પર બે બસો સામસામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 40થી વધારે લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસને કાફલો ઘટના...
accident  મથુરા પાસે બે બસો વચ્ચે અકસ્માત  40 યાત્રીઓ થયા ઘાયલ

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડી અને ધુમ્મસ વચ્ચે યમુના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો છે. હાઈવે પર બે બસો સામસામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 40થી વધારે લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સાથે અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

Advertisement

40 જેટલા યાત્રીઓ થયા ઘાયલ

મળતી વિગતો પ્રમાણે આ અકસ્માત યમુના એક્સપ્રેસ હાઈવે પર મથુરા પાસે માઈલ સ્ટોન-110 રાયા કટ પાસે થયો હતો. સવારે 3 વાગ્યાની આસપાસ બે બસો સામસામે ટકરાઈ હતી. અકસ્માત પછી 31 ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને 9 અન્ય ઘાયલોને પાસેની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

બે બસો વચ્ચે થયો અકસ્માત

મથુરાના એસએસપી શૈલેશ પાંડેએ જણાવ્યું હતું કે, એક બસ ધૌલપુરથી નોઇડા જઈ રહી હતી જ્યારે બીજી બસ ઇટાવાથી નોઇડા જઈ રહી હતી. બન્ને બસોના અકસ્માતમાં 40 યાત્રીઓ ઘાયલ થયા હતા. અત્યારે ઘાટલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા અને ટ્રાફિક હટાવવાં આવ્યો હતો. આ સાથે ત્યાં વાહનવ્યવહાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: અંતિમ સંસ્કાર પછી મૃત વ્યક્તિ થયો જીવીત, કહ્યું, ‘હું હજી…’

ધુમ્મસના કારણે વાહન ચાલકો ભારે પરેશાન

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસનો માહોલ સર્જાયેલો છે. જેના કારણે રસ્તા પર વાહનો ચાલકોને ભારે પરેશાનીનો સામનો સામનો કરવો પડે છે. આ વચ્ચે મથુરામાં યમુના એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે બે બસો સામસામે ટકરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ક્રેનની મદદથી બસોને રસ્તા પરથી હટાવામાં આવી હતી. જો કે, ધુમ્મસના કારણે રેસ્ક્ય કરવામાં પણ ભારે પરેશાની થઈ હતી.

53 જિલ્લામાં જાહેર થયું રેડ એલર્ટ

ઉલ્લખેનીય છે કે, ઉત્તર પ્રદેશના 53 જિલ્લાઓમાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કારણે કે, અત્યારે રોડ પર સામે કઈ જ દેખાતું નથી, ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાય છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.