Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AAP Sanjay Singh: 1.5 વર્ષના બાળકનો જીવ બચાવવા દેશની જનતાને અપીલ કરવામાં આવી

AAP Sanjay Singh: તાજેતરમાં, AAP સાંસદ Sanjay Singh એ લોકોને કરોડરજ્જુની બીમારીથી પીડિત એક 1.5 વર્ષના બાળક માટે ભારતના નાગરિકોને સક્ષમતા અનુસાર આર્થિક મદદ કરવાની ગુહાર કરી છે. તેમણે આ ઘટનાને લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરીને લોકોને બાળકને...
10:08 PM Jun 14, 2024 IST | Aviraj Bagda
AAP Sanjay Singh, Zolgensma injection, spinal muscular atrophy

AAP Sanjay Singh: તાજેતરમાં, AAP સાંસદ Sanjay Singh એ લોકોને કરોડરજ્જુની બીમારીથી પીડિત એક 1.5 વર્ષના બાળક માટે ભારતના નાગરિકોને સક્ષમતા અનુસાર આર્થિક મદદ કરવાની ગુહાર કરી છે. તેમણે આ ઘટનાને લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરીને લોકોને બાળકને મદદ કરવા માટે અપીલ કરી છે.

જોકે આ 1.5 વર્ષના બાળકને spinal muscular atrophy ની બીમારી છે. તો બીમારીના નિદાન માટે 17 કરોડના એક ઈન્જેક્શનની જરૂર છે. આ 17 કરોડના ઈન્જેક્શન બાદ 1.5 વર્ષના બાળકની બીમારી સંપૂર્ણપણે નાબૂન થઈ જશે. ત્યારે આ ઈન્જેક્શનની કિંમત મોંધી હોવાથી દેશના દરેક નાગરિકોને મદદ કરવામાં આગળ આવવાનું કહ્યું છે. તે ઉપરાંત તેમણે આ બાળકની મદદ કરવા માટે કેન્દ્ર સરકારને પહેલ કરી છે. અને આવેદન પાઠવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ બાળકની મદદ કરવામાં આવે.

Zolgensma ઈન્જેક્શનની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા

તો 1.5 બાળકનું નામ વેહંત જૈન છે. જો તેને બે વર્ષનો થાય ત્યાં સુધી તેને સમયસર આ ઈન્જેક્શન નહીં મળે તો તેને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેના પિતા એન્જિનિયર અને માતા CA છે, પરંતુ તેઓએ બાળકની સંભાળ રાખવા માટે તેમની નોકરી છોડી દીધી છે. Sanjay Singh એ દેશ અને દિલ્હીના લોકોને બાળકનો જીવ બચાવવા અપીલ કરી છે. Sanjay Singh એ કહ્યું, 100 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું યોગદાન આપનારાઓનું સ્વાગત કરવામાં આવશે. તમારાથી બને તેટલું યોગદાન આપો. SMA થી પીડિત બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લેવાતા એક Zolgensma ઈન્જેક્શનની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી દવાઓ પૈકીની એક જીન થેરાપી અસરકાર સાબિત થાય છે.

આ પણ વાંચો: Indian Suicide Drone: ભારતીય સેનાને મળ્યું Suicide drone, દુશ્મનો માટે સાયલન્ટ કિલર

Tags :
AAP Sanjay SinghDelhiGujaratFirstillnessSMAspinal muscular atrophyZolgensmaZolgensma injection
Next Article