J&K વિધાનસભામાં AAP ધારાસભ્યએ BJP MLA પર લગાવ્યો મારપીટનો આરોપ, શું છે મામલો?
- J&K માં વક્ફ એક્ટ પર હોબાળો
- BJP MLA પર મારપીટનો આરોપ
- ચર્ચાનો વીડિયો પણ સામે આવ્યો
Uproar over Waqf Act: બુધવારે (9 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વક્ફ એક્ટ પર હોબાળો ચાલુ રહ્યો. દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP) ના એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિકે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો પર હિંસાનો આરોપ લગાવ્યો. મેહરાજ મલિકે દાવો કર્યો હતો કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના ધારાસભ્યો સાથેની તેમની ચર્ચા ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ અંગે હતી. મેહરાજ મલિકે કહ્યું કે ભાજપના ધારાસભ્યો પીડીપી ધારાસભ્યોના સમર્થનમાં આવ્યા અને તેમને માર માર્યો.
ચર્ચાનો વીડિયો સામે આવ્યો
વિધાનસભામાં થયેલી ચર્ચાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મેહરાજ મલિક અને પીડીપી ધારાસભ્ય વાહીદ પારા વચ્ચે જોરદાર દલીલ ચાલી રહી છે. મેહરાજ મલિક કહી રહ્યા છે કે તમે (વહીદ પારા) સમુદાય સાથે દગો કર્યો છે. તેઓ વિચારે છે કે મેહરાજ ડરી જશે, અરે, હું એકને પણ નહીં છોડું.
તેમણે કહ્યું, "તેઓ પહેલી વાર કુર્તા પાયજામા પહેરીને ગૃહમાં આવ્યા અને એક સજ્જન વ્યક્તિ તરીકે કામ કર્યું અને આજે ભાજપના ધારાસભ્યો ગુંડાગીરીમાં સામેલ થયા." મેહરાજ ડોડા બેઠક પરથી પહેલી વાર ચૂંટાયા છે અને આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય છે.
આ પણ વાંચો : સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યો, છેલ્લા સાત વર્ષમાં 13મી વખત પેરોલ મળ્યા
હું નેતા છું તો બોલીશ
મેહરાજ મલિકે પોલીસ પર આરોપ લગાવતા કહ્યું, "હું ધારાસભ્ય છું. જો માફિયા અંદર છે તો બહાર શું પરિસ્થિતિ થશે. મજાક કરવાનું બંધ કરો. ગૃહની અંદર અરાજકતા છે અને SSP આવી વાત કરશે. હું નેતા છું તો હું બોલીશ. તે મારી વિરુદ્ધ આવી વાત કરશે. મારા પર હુમલો થયો અને તમે પૂછી રહ્યા છો કે હું અહીં કેમ આવ્યો. અરે, શરમ આવવી જોઈએ, તમે તેમના ધારાસભ્યોને ટેકો આપી રહ્યા છો. પોલીસ સંડોવાયેલી છે."
આ દરમિયાન, ભાજપના ધારાસભ્ય વિક્રમ રંધાવાએ કહ્યું કે તેમણે હિન્દુઓને ગાળો આપી છે. બો કોડીનો માણસ, એમએલએ બનીને આવ્યો છે તો કઈ પણ કહેશે? તેણે હિન્દુઓને ગાળ દીધી છે. તેણે કહ્યું કે હિન્દુ તિલક લગાવીને પાપ કરે છે. હિન્દુ તિલક લગાવીને ચોરી કરે છે. આજે તેને બતાવીશું.
તમને જણાવી દઈએ કે શાસક નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પીડીપી અને અન્ય ધારાસભ્યો સાથે મળીને વકફ એક્ટ પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. જ્યારે ભાજપ તેનો વિરોધ કરી રહી છે. ચર્ચા અંગે સ્પીકર કહે છે કે આ મામલો કોર્ટમાં છે. તેમણે ચર્ચા કરવાની મંજૂરી આપી નહીં. છેલ્લા ત્રણ દિવસથી આ અંગે વિધાનસભામાં હોબાળો ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : માતાઓ ચિંતા ન કરો, બિંદાસ્ત નોકરી કરો! હવે સરકાર રાખશે તમારા બાળકની સંભાળ...