Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Air India New Logo : એર ઈન્ડિયાએ લોન્ચ કર્યો પોતાનો નવો લોગો, એરલાઇન નવા લૂકમાં જોવા મળશે

દેશની સૌથી જૂની અને જાણિતી એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પોતાનો નવો લોગો લોન્ચ કર્યો છે. જેની સાથે જ કંપનીએ લોગોના નવા નામની પણ જાહેરાત કરી છે. એર ઈન્ડિયાએ તેના નવા લોગોમાં લાલ, સફેદ અને જાંબલી રંગને યથાવત્ રાખ્યો છે. નવા...
07:43 PM Aug 11, 2023 IST | Hiren Dave

દેશની સૌથી જૂની અને જાણિતી એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પોતાનો નવો લોગો લોન્ચ કર્યો છે. જેની સાથે જ કંપનીએ લોગોના નવા નામની પણ જાહેરાત કરી છે. એર ઈન્ડિયાએ તેના નવા લોગોમાં લાલ, સફેદ અને જાંબલી રંગને યથાવત્ રાખ્યો છે. નવા લોગોને ‘ધ વિસ્ટા’ નામ અપાયું છે.

 

એર ઈન્ડિયાનો નવો લોગો એરલાઈન્સની નવી ઓળખ અને રીબ્રાંન્ડિંગનો ભાગ છે. નવા લોગોના લોન્ચિંગ કાર્યક્રમમાં ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને કહ્યું કે, એર ઈન્ડિયા ટાટા ગ્રુપ માટે વ્યવસાય નહીં, પેશન છે અને આ પેશન એક રાષ્ટ્રીય મિશન છે. તેમણે કહ્યું કે, એર ઈન્ડિયાને વિશ્વ સ્તરની એરલાઈન્સ બનાવવાના સફરની શરૂઆત થઈ ગઈ છે.

ટાટા ગ્રુપની એરલાઈન્સ બની ગયેલી Air Indiaએ પોતાનો નવો લોગો લોન્ચ કર્યો છે. એર હવે નવા લોગો, બ્રાન્ડ અને ઓળખ સાથે જોવા મળશે. Air Indiaનો નવો લોગો અમર્યાદિત શક્યતાઓનું પ્રતીક દર્શાવે છે. Air India છેલ્લા 15 મહિનાથી નવા લોગો પર કામ કરી રહી હતી. Air Indiaનો નવો લોગો ધ વિસ્ટા ગોલ્ડ વિન્ડો ફ્રેમના શિખરથી પ્રેરિત છે, જે અમર્યાદિત શક્યતાઓ, પ્રગતિશીલ અને ભવિષ્યની એરલાઈન્સની બોલ્ડ, આત્મવિશ્વાસપૂર્ણ દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે, એમ કંપનીએ જણાવ્યું હતું.

 

નવો લોગો ડિસેમ્બર 2023થી વિમાનોમાં દેખાશે

એર ઈન્ડિયાનો આ નવો લોગો ડિસેમ્બર 2023થી વિમાનોમાં દેખાશે. તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયાનો આ લોગો લંડન સ્થિત ડિઝાઇન કંપની ફ્યુચર બ્રાન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

 

‘મહારાજા’ કંપની સાથે રહેશે

ટાટા ગ્રુપના ટેકઓવર બાદ એર ઈન્ડિયાની ઓળખ બની ગયેલા મહારાજાનો ઉપયોગ ઓછો થઈ રહ્યો હતો. મહારાજા શુભંકર 1946થી એર ઈન્ડિયા સાથે જોડાયેલા છે. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીના સીઈઓએ કહ્યું હતું કે મહારાજનો લોગો એર ઈન્ડિયાનો ભાગ બની રહેશે. કંપની તેનો ઉપયોગ એરપોર્ટ લાઉન્જ અને પ્રીમિયમ ક્લાસ માટે કરશે.

 

આ પણ  વાંચો-આ આફ્રિકન દેશને લઈને મોદી સરકારે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું – શક્ય એટલો વહેલા દેશ છોડો

 

Tags :
AirIndia
Next Article