UP : હડકાયો કુતરો જે ગાયને કરડ્યો, તેનુ જ દુધ પી ગઈ એક મહિલા...પછી થયુ મોત
- થોરા ગામમાં એક મહિલાનું હડકવાથી મૃત્યુ થયું
- મહિલાએ હડકવાથી સંક્રમિત ગાયનું દૂધ પીધું હતું
- મહિલાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ
UP News : એવું કહેવાય છે કે મૃત્યુ ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે રીતે આવી શકે છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક મહિલાના મોતથી બધાને આઘાત લાગ્યો છે. આ પ્રકારે થયેલા મોતને કારણે બધા ચોંકી ગયા છે. અહીં, જ્યારે એક મહિલાએ ગાયનું દૂધ પીધું, ત્યારે તેને અચાનક ઉલટી થવા લાગી. તબિયત બગડતા મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેમની હાલત વધુ ગંભીર થતા તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ મહિલાનું પાછળથી મૃત્યુ થયું.
મહિલાના શરીરમાં હડકવાનો ચેપ ફેલાયો
તપાસમાં જાણવા મળ્યું કે, મહિલાએ જે ગાયનું દૂધ પીધું હતું તે ગાયને હડકવો થયો હતો. વાસ્તવમાં, ગાયને એક હડકાયો કૂતરો કરડ્યો હતો, જેના કારણે ગાયને હડકવા થયો હતો. તે જ ગાયનું દૂધ પીવાથી મહિલાના શરીરમાં હડકવાનો ચેપ ફેલાયો. આ જ કારણે મહિલાનું મૃત્યુ થયું.
મહિલાએ હડકવાથી સંક્રમિત ગાયનું દૂધ પીધું
આ મામલો થોરા ગામનો છે. અહીં મહિલાએ હડકવાથી સંક્રમિત ગાયનું દૂધ પીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું. મૃતકનું નામ સીમા (40) હતું. સીમાએ તેના પાડોશીની ગાયનું દૂધ પીધું હતુ. આ ગાયે બે મહિના પહેલા વાછરડાને જન્મ આપ્યો હતો. દોઢ મહિના પહેલા ગાયમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. પશુચિકિત્સકે તપાસ કર્યા પછી હડકવાની પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો : જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ
ગાયને હડકવાની રસી અપાઈ
ગાય માલિકના પરિવારે ગાયને હડકવાની રસી અપાવી. સોમવારે રાત્રે સીમાને પાણી અને પ્રકાશનો ડર લાગવા લાગ્યો હતો. ઉલ્ટીની ફરિયાદ પર પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો. સારવાર માટે અનેક હોસ્પિટલોમાં ભટકવું પડ્યું હતું. પહેલા તેને સરકારી હોસ્પિટલમાંથી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
સીમાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે
ત્યારબાદ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. એવો આરોપ છે કે કોઈ પણ હોસ્પિટલે હડકવાના પરીક્ષણો કર્યા ન હતા. વસંત કુંજની એક હોસ્પિટલમાં તેમને હડકવા હોવાનું નિદાન થયું અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા. ગુરુવારે સીમાનું અવસાન થયું. સીમાને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. તેમના મૃત્યુથી પરિવારને આઘાત લાગ્યો છે. આ ઘટના પછી, ગામના દસ લોકોએ સાવચેતીના ભાગરૂપે હડકવાની રસી લઈ લીધી છે.
આ પણ વાંચો : પાયજામાની દોરી તોડવી દુષ્કર્મ નથી.. : Allahabad High Court