ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મથુરામાં રેલવે પ્લેટફોર્મ પર જ ફરી વળી ટ્રેન, એક મુસાફર થઈ ઇજા

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, શકુરબસ્તી-મથુરા EMU મથુરા જંક્શન પર પ્લેટફોર્મ પર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત દરમિયાન પ્લેટફોર્મ પર નાસભાગ મચી ગઈ હતી. મીડિયા...
11:01 AM Sep 27, 2023 IST | Hiren Dave

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, શકુરબસ્તી-મથુરા EMU મથુરા જંક્શન પર પ્લેટફોર્મ પર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત દરમિયાન પ્લેટફોર્મ પર નાસભાગ મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત દરમિયાન એક મુસાફર ઘાયલ થયો હતો. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

 

મથુરા રેલવે સ્ટેશન ડાયરેક્ટર એસ કે શ્રીવાસ્તવનું કહેવું છે કે ટ્રેન શકુરબસ્તીથી આવી રહી હતી. પરંતુ ટ્રેન પ્લેટફોર્મ પર કેવી રીતે પહોંચી તેની તપાસ કરવામાં આવી રહી છે. તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

 

લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો

મળતી  માહિતી  અનુસાર, રેલવે અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે શકુરબસ્તીથી આવેલી EMU ટ્રેન મુસાફરોને ઉતારવા માટે પ્લેટફોર્મ નંબર બે પર રોકાઈ હતી. પરંતુ પછી અચાનક તે ફરીથી ઝડપથી ચાલવા લાગી અને પ્લેટફોર્મની ટોચ પર ચઢી ગઈ. આ અકસ્માત દરમિયાન પ્લેટફોર્મ પાસે પાંચ-છ લોકો ઉભા હતા. જોકે, તેઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

 

મથુરા-દિલ્હી રેલ્વે લાઇન પર ટ્રેનની અવરજવર ખોરવાઈ

જણાવવામાં આવી રહ્યું છે કે આગળ એક થાંભલો આવવાને કારણે ટ્રેન રોકાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ અકસ્માત દરમિયાન એક બાળક ટ્રેનની નીચે આવી ગયું હતું, પરંતુ તેને કોઈ ઈજા થઈ ન હતી. ગીરરાજ સિંહ નામના વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.આ ઘટના બાદ મથુરા-દિલ્હી રેલ્વે લાઈન પર ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. અમૃતસર-બાંદ્રા ટર્મિનસ, માલવા સુપરફાસ્ટ સહિત અનેક ટ્રેનોને દિલ્હી તરફ રોકવામાં આવી છે. હાલમાં અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.

 

આ  પણ  વાંચો -ખાલિસ્તાની-ગેંગસ્ટર સામે NIA ની મોટી કાર્યવાહી,UP-દિલ્હી સહિત 6 રાજ્યોમાં 51 સ્થળો પર દરોડા

 

Tags :
MathuraMathura Latest NewsTrain Accidents
Next Article
Home Shorts Stories Videos