Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બંને ગૃહમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત કુલ 67 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ, જાણો શું છે કારણ?

સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો હતો. આ કારણે ગૃહની કાર્યવાહીમાં અડચણ ઊભી થતા જવાબદાર સાંસદો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, લોકસભા (Lok Sabha) માંથી 33 સાંસદોને જ્યારે રાજ્યસભામાંથી 34 વિપક્ષી સાંસદોને...
બંને ગૃહમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત કુલ 67 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ  જાણો શું છે કારણ

સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો હતો. આ કારણે ગૃહની કાર્યવાહીમાં અડચણ ઊભી થતા જવાબદાર સાંસદો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, લોકસભા (Lok Sabha) માંથી 33 સાંસદોને જ્યારે રાજ્યસભામાંથી 34 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આજના દિવસે એક સાથે કુલ 67 સાંસદોની ગૃહમાંથી હકાલપટ્ટી કરાઈ છે. આ સાંસદોમાં કોંગ્રેસ (Congress) નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan) નું નામ પણ સામેલ છે.

Advertisement

વિપક્ષી સાંસદો કે જેમને આજે શિયાળુ સત્રના બાકીના સમય માટે સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓએ સંસદની સીડી પર વિરોધ દાખવ્યો હતો. માહિતી અનુસાર, લોકસભાના 33 અને રાજ્યસભાના 34 સાંસદોને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભામાંથી 3 અને રાજ્યસભાના 11 સાંસદોને સસ્પેન્ડ કરવાનો મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે.

Advertisement

મીડિયા અહેવાલ અનુસાર, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકે સાંસદ ટી.આર. બાલૂ, દયાનિધિ મારન અને તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) ના સૌગત રોય સહિત 33 વિપક્ષી સભ્યોને સોમવારે લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે 30 સાંસદોને સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 3 ને વિશેષાધિકાર સમિતિની રિપોર્ટ બાકી હોય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોમાં કે. જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિક સામેલ છે.

કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા સસ્પેન્ડ કરાયા

Advertisement

રાજ્યસભાની વાત કરીએ તો, અધ્યક્ષ જગદીપ ધનખરે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાને પણ સસ્પેન્ડ કરી દીધા છે. રાજ્યસભા અધ્યક્ષે પ્લેકાર્ડ બતાવવા અંગે આ કડક નિર્ણય લીધો છે. સભ્યોના સસ્પેન્શન બાદ ગૃહની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

કોંગ્રેસ નેતા અધીર રંજને કહી આ વાત

કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું કે, મારી સાથે ઘણા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે ઘણા સમયથી માગ કરી રહ્યા હતા કે અમારા જે સાંસદોને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને ફરી ગૃહમાં આવવાની મંજૂરી આપવામાં આવે અને ગૃહમંત્રીએ ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ. સંસદની સુરક્ષાને લઈ સરકાર શું પગલા લઈ રહી છે તે અંગે સંસદમાં માહિતી આપવી જોઈએ. માહિતી અનુસાર, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષ સમક્ષ આ સસ્પેન્શન અંગેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ધ્વનિ મત થકી પસાર કરવામાં આવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

અગાઉ 14 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા

ઉલ્લેખનીય છે કે અગાઉ સંસદની સુરક્ષામાં ચૂંક મામલે ગૃહમાં હોબાળો કરવાનારા 14 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 13 લોકસભા અને 1 રાજ્યસભા સાંસદને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે સોમવારે લોકસભામાંથી 33 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - ASI : જ્ઞાનવાપી સંકુલમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ

Tags :
Advertisement

.