'ઘર ઘર સુધી પહોંચશે કોંગ્રેસ', જાણો જિલ્લા પ્રમુખોની બેઠકમાં રાહુલ ગાંધીએ શું કહ્યું
- ઈન્દિરા ભવન ખાતે દેશભરના કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ
- રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર પર આરોપ લગાવ્યો
- બેઠકમાં 338 જેટલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ હાજરી આપી
Congress workers' meeting : કોંગ્રેસ મુખ્યાલય ઈન્દિરા ભવન ખાતે આજે દેશભરના કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જિલ્લા કોંગ્રેસ સમિતિ પાર્ટીનો પાયો છે. તેમણે કહ્યું કે કોઈપણ ઈમારતની મજબૂતાઈ તેના પાયા પર નિર્ભર કરે છે. કોઈ ઈમારત પાયા વગર ઉભી રહી શકતી નથી.
બીજા તબક્કાની બેઠક 3-4 એપ્રિલે યોજાશે
આ બેઠકમાં દેશભરમાંથી 338 જેટલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ હાજરી આપી હતી. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર આ બેઠકનો પ્રથમ તબક્કો છે. હવે બીજા તબક્કાની બેઠક 3-4 એપ્રિલે યોજાશે. પ્રથમ તબક્કામાં 13 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોંગ્રેસના કાર્યકરો આવ્યા હતા. આગામી બેઠકમાં બાકીના રાજ્યોમાંથી લોકો આવશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ગુજરાત અધિવેશન પહેલા જિલ્લા પ્રમુખોની આ બેઠકો યોજાઈ રહી છે.
Today, Congress President Shri @kharge, LoP Shri @RahulGandhi and other senior Congress leaders attended the DCC President's Meet.
The meeting focused on strengthening the organization at the district level.
📍Indira Bhawan, New Delhi pic.twitter.com/7JYd6XE8ZU
— Congress (@INCIndia) March 27, 2025
આ પણ વાંચો : Kathua એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના 3 જવાન શહીદ, 2 આતંકવાદીઓ ઠાર
કોંગ્રેસમાં દરેક કાર્યકર મહત્વપૂર્ણ
આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી જે સંદેશ અને વિચારધારા માટે લડી રહી છે તે જિલ્લા કોંગ્રેસ પ્રમુખો દ્વારા જ દરેક ઘર સુધી પહોંચાડી શકાય છે. કોંગ્રેસમાં દરેક કાર્યકર મહત્વપૂર્ણ છે. કાર્યકરો વિના કોઈ પણ પક્ષ પોતાને મજબૂત બનાવી શકતો નથી.
સંસદમાં બોલવાની મંજૂરી નથી
આ પહેલા રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર પર સંસદમાં બોલવા ન દેવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાના કહેવા પ્રમાણે, તેઓ બેરોજગારી સહિત અન્ય મુદ્દાઓ પર સંસદમાં બોલવા માંગતા હતા. પરંતુ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને બોલવા દીધા ન હતા. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા એલાયન્સના ઘણા નેતાઓ આ મુદ્દે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા છે.
આ પણ વાંચો : Haryana :પ્રેમનો ભયાનક અંત! પ્રેમી યોગા શિક્ષકને 7 ફૂટ ઉંડા ખાડામાં જીવતો દફનાવ્યો!