Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan ના કોટામાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી,બે ડબા પાટા પરથી ઉતર્યા

Rajasthan Train Accident: રાજસ્થાન (Rajasthan )માં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ નજીકના રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે...
rajasthan ના કોટામાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી બે ડબા પાટા પરથી ઉતર્યા
Advertisement

Rajasthan Train Accident: રાજસ્થાન (Rajasthan )માં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ નજીકના રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જો કે હજુ સુધી અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી.

Advertisement

Advertisement

ક્યાં બની હતી ઘટના?

Advertisement

આ ઘટના રાજસ્થાન (Rajasthan) ના કોટા જંકશન રેલવે સ્ટેશન પાસે બની હતી.જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેન (Jodhpur-Bhopal Passenger train) ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના અચાનક પાટા પરથી ઉતરી જવાથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને ટ્રેન ઉભી રહેતા જ તેઓ કોચમાંથી બહાર આવી ગયા હતા.આ પછી લોકો પાયલટે નજીકના સ્ટેશન માસ્ટરને આ દુર્ઘટના વિશે જાણ કરી. ત્યારબાદ કોટા જંક્શનથી કર્મચારીઓની એક ટીમ બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી.

ટ્રેન જોધપુરથી ભોપાલ જઈ રહી હતી

અધિકારીઓનું કહેવું છે કે જોધપુરથી પેસેન્જર ટ્રેન ભોપાલ (Jodhpur-Bhopal Passenger train) જઈ રહી હતી. આ અકસ્માત બાદ આ લાઇન પરથી પસાર થતી અન્ય ટ્રેનોને રોકી દેવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનાને લઈને એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયેલા જોવા મળી રહ્યાં છે. ઉપરાંત મુસાફરોની ભીડ પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો - PM ના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરનાર સામે ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×