Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chemical Factory Fire : જયપુરની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, 6 લોકો થયા ભડથું

Jaipur Chemical Factory Fire : જયપુર ગ્રામીણ વિસ્તારના બૈનાડામાં શનિવાર સાંજે કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ આગમાં 6 મજૂરો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે 2 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા....
chemical factory fire   જયપુરની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ  6 લોકો થયા ભડથું
Advertisement

Jaipur Chemical Factory Fire : જયપુર ગ્રામીણ વિસ્તારના બૈનાડામાં શનિવાર સાંજે કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ આગમાં 6 મજૂરો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે 2 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી. જયપુરથી પહોંચેલી 9 ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા જયપુર મોકલ્યા છે.

ફેક્ટરીનું બોઈલર ફાટતા કારખાનામાં આગ લાગી

મળતી માહિતી મુજબ, બનાડાના વસ્તીવાળા વિસ્તારમાં શાલીમાર કેમિકલ ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં રોડ અને બિલ્ડીંગના બાંધકામમાં વપરાતા કેમિકલ બનાવવામાં આવે છે. શનિવારે સાંજે 7-8 જેટલા કામદારો કારખાનામાં કામ કરી રહ્યા હતા. અચાનક ફેક્ટરીનું બોઈલર ફાટતા કારખાનામાં આગ લાગી હતી. આગની તીવ્રતા એટલી પ્રબળ હતી કે થોડી જ વારમાં આગ ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી. કામદારોને બહાર નીકળવાની તક મળી ન હતી અને અંદર ફસાયેલા 6 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતકો સ્થાનિક હોવાનું કહેવાય છે.

Advertisement

Advertisement

બે ઘાયલ મજૂરોને સારવાર માટે જયપુર મોકલ્યા

આગની આગ અને ધુમાડો જોઈ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટના અંગે ગ્રામજનોએ જાતે જ પોલીસને જાણ કરી હતી. ACP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બે ઘાયલ મજૂરોને સારવાર માટે જયપુર મોકલ્યા છે. હાલ પોલીસે પાંચેય મૃતદેહોને પોતાના કબજામાં લીધા છે. ઘટના બાદ કારખાનેદાર ઘટનાસ્થળેથી ફરાર છે. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે ફાયર સિસ્ટમનો અભાવ હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Jammu-Kashmir and Ladakh : હિમવર્ષામાં ફસાયેલા લોકો માટે ભારતીય વાયુસેના બની ભગવાન

આ પણ વાંચો: RUSSIA TERRORIST ATTACK : આતંકવાદીઓને પુતિનની ખુલ્લી ચેતવણી, કહ્યું – કોઈને પણ બક્ષવામાં નહીં આવે

આ પણ વાંચો: Arvind Kejriwal Arrest :દિલ્હી HC એ કેજરીવાલને આપ્યો ઝટકો, તાત્કાલિક સુનાવણી માટે ઇનકાર

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

×

Live Tv

Trending News

.

×