Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક,સદનની કાર્યાવાહી દરમિયાન ઘૂસ્યા બે શખ્સ

નવી દિલ્હી ખાતે સંસદની સુરક્ષામાં મોટી ચૂક હોવાની સામે આવી છે. જેમાં લોકસભામાં ચાલુ ગૃહની કાર્યવાહીમાં બે શખ્સ ઘુસ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જેના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સાંસદના મહેમાન તરીકે વ્યક્તિ...
લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક સદનની કાર્યાવાહી દરમિયાન ઘૂસ્યા બે શખ્સ

નવી દિલ્હી ખાતે સંસદની સુરક્ષામાં મોટી ચૂક હોવાની સામે આવી છે. જેમાં લોકસભામાં ચાલુ ગૃહની કાર્યવાહીમાં બે શખ્સ ઘુસ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જેના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સાંસદના મહેમાન તરીકે વ્યક્તિ આવ્યો હતો.

Advertisement

કેવી રીતે બે  ઘુસ્યા શખ્સ

આ અંગેની માહિતી અનુસાર, લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે દર્શક ગેલેરીમાંથી એક શખ્સ કુદીને અંદર આવ્યો છે. આ દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ વેલમાં ધસી આવ્યો છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં યુવક સાંસદોના ટેબલ પર કુદતો નજર આવ્યો છે. તેમને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

લોકસભાની કાર્યવાહી દરમિયાન જે બે લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસુરના સાંસદ પ્રતાપ સિમ્હાના નામે લોકસભા વિઝિટર પાસ દ્વારા આવ્યા હતા જે બંને કલર સ્મોક એટલે કે રંગીન ધૂમાડાના સેલ સાથે વિરોધ કરવાના હતા. બંને દોડતા દોડતા નીકળ્યા હતા અને પોલીસે બંનેને ટ્રાન્સપોર્ટ ભવન સામેથી ઝડપી લીધા હતા. બંનેની ઓળખ થઈ ચૂકી છે જેમાં એક 42 વર્ષની મહિલા છે. જે હિસારની છે અને તેનું નામ નિલમ કૌર સિંઘ છે. જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે.

કોંગ્રેસ નેતાએ આપી  માહિતી

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધો અને સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા. નોંધનીય છેકે, સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 માં તેમના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ છે.

આ પણ વાંચો-હવે MP માં ‘મોહન’ રાજ, રાજેન્દ્ર શુક્લા-જગદીશ દેવડા ડેપ્યુટી CM ના શપથ લીધા

Tags :
Advertisement

.