Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત-અમેરિકાના વચ્ચે આજે યોજાશે 2+2 બેઠક,અનેક વિષયો પર ચર્ચા થશે

ભારત-અમેરિકા ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય સંવાદ એન્ટની બ્લિંકન, લોયડ ઓસ્ટિન ભારત પ્રવાસે રાજનાથ સિંહ, એસ. જયશંકર સાથે કરશે બેઠક સુરક્ષા સહયોગ, ભાગીદારી ગાઢ બનાવવા ચર્ચા આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ અંગે ચર્ચા   અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 5મી ભારત-અમેરિકા 2+2...
08:30 AM Nov 10, 2023 IST | Hiren Dave

ભારત-અમેરિકા ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય સંવાદ
એન્ટની બ્લિંકન, લોયડ ઓસ્ટિન ભારત પ્રવાસે
રાજનાથ સિંહ, એસ. જયશંકર સાથે કરશે બેઠક
સુરક્ષા સહયોગ, ભાગીદારી ગાઢ બનાવવા ચર્ચા
આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ અંગે ચર્ચા

 

અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 5મી ભારત-અમેરિકા 2 2 મંત્રી સ્તરીય સંવાદની સહ અધ્યક્ષતા માટે દિલ્હી આવી પહોંચી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે બ્લિંકનની મુલાકાત ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ આપશે.

 

'ટુ પ્લસ ટુ' મંત્રણાનો એજન્ડા ઘણો વ્યાપક

ભારત અને અમેરિકા વચ્ચે પાંચમા 'ટુ પ્લસ ટુ' સંવાદનો એજન્ડા ઘણો વ્યાપક છે, પરંતુ બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ કેવી રીતે વધુ ગાઢ બનાવી શકાય તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ વાતચીતના માત્ર 48 કલાક પહેલા ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રને લઈને રચાયેલી વિશેષ સમિતિ, ઈન્ડિયા-અમેરિકા ડિફેન્સ એક્સિલરેશન સિસ્ટમ (IndoUS-X)ની બેઠક આના સંકેત આપી રહી છે. બંને દેશોના સંરક્ષણ મંત્રાલયોની આગેવાની હેઠળની IndoUS-X બેઠક એ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ વગેરે વચ્ચે સંરક્ષણ સહયોગની દિશા નક્કી કરવા માટે ચર્ચા કરવાની પ્રથમ તક હતી.

 

 

અનેક વિષયો પર ચર્ચા થશે

સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, ઈઝરાયલ-હમાસ યુદ્ધ, યુક્રેન-રશિયા વિવાદ, સંયુક્ત રાષ્ટ્ર જેવી બહુરાષ્ટ્રીય એજન્સીઓમાં પરિવર્તન, સ્વચ્છ પર્યાવરણ અને ઊર્જા, સ્વાસ્થ્ય જેવા વિષયો પર પણ ચર્ચા થશે. ટુ પ્લસ ટુ વાટાઘાટોનું નેતૃત્વ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન અને સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન કરશે.

 

જયશંકર અને બ્લિંકન અલગ દ્વિપક્ષીય બેઠક કરશે

અમેરિકા સિવાય ભારત કેટલાક અન્ય દેશો સાથે પણ આ તર્જ પર વાતચીત કરે છે, પરંતુ અમેરિકા સાથે બેઠકની તૈયારી ઘણી રીતે ખાસ છે. છેલ્લી બેઠક એપ્રિલ, 2022માં થઈ હતી અને તેમાં જે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, બંને દેશો પરસ્પર મીટિંગમાં તેની સતત સમીક્ષા કરી રહ્યા છે. આ વાતચીત પહેલા જયશંકર અને બ્લિંકન તથા સિંહ અને ઓસ્ટિન વચ્ચે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો પણ થશે. આ રીતે કુલ ત્રણ બેઠકો થશે.

 

 

આ  પણ  વાંચો -નીતિશ કુમારની ‘અભદ્ર વાણી’ પર ભડકી અમેરિકી સિંગર..! વાંચો અહેવાલ

 

Tags :
AmericaAntony BlinkenIndiaindia-us-dialogueus-secretary-state
Next Article