Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Telangana: તેલંગાણાની યુનિવર્સિટીમાં 80 વિદ્યાર્થીનીઓ બની રેગિંગ માસ્ટર

તેલંગાણાની એક યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીનીઓ સાથે રેગિંગ તેલંગાણા યુનિવર્સિટીમાં 80 પોસ્ટ ગ્રેજ્યુએશન ગર્લ વિદ્યાર્થીઓને જુનિયર વિદ્યાર્થીઓને તેમની મરજી વિરુદ્ધ ગીત ગવડાવવા અને ડાંસ કરવા પર દબાણ કરવામાં આવતું હતું. ત્યારે આ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં આ બાબાતે ફરિયાદ કરવામાં આવી હતી....
telangana  તેલંગાણાની યુનિવર્સિટીમાં 80 વિદ્યાર્થીનીઓ બની રેગિંગ માસ્ટર

તેલંગાણાની એક યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીનીઓ સાથે રેગિંગ

Advertisement

તેલંગાણા યુનિવર્સિટીમાં 80 પોસ્ટ ગ્રેજ્યુએશન ગર્લ વિદ્યાર્થીઓને જુનિયર વિદ્યાર્થીઓને તેમની મરજી વિરુદ્ધ ગીત ગવડાવવા અને ડાંસ કરવા પર દબાણ કરવામાં આવતું હતું. ત્યારે આ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં આ બાબાતે ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે અધિકારી દ્વારા આ તમામ 80 પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીનીઓને 1 સપ્તાહ માટે યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીની દ્વારા યુનિવર્સિટીના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી 

Advertisement

અધિકારીઓએ જણાવ્યું હતું કે વારંગલ જિલ્લાની કાકતીય યુનિવર્સિટીના વાણિજ્ય અને પ્રાણીશાસ્ત્ર વિભાગના કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ દ્વારા નવા આવેલાં જુનિયર વિદ્યાર્થીઓ માટે પરિચય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીનીઓને તેમના પરિચય સાથે ગીત અને ડાંસ પર મજબૂર કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થિનીઓએ આ બાબતે યુનિવર્સિટી સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ 80 પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વારા 80 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવી

Advertisement

આ મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રમેશ કહે છે કે અમે 80 વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાંથી જુનિયરોને હેરાન કરવા અને તેમના પર દબાણ લાવવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. અમને જુનિયરો તરફથી એવી ફરિયાદો મળી હતી કે તેઓને નાચવા અને ગીતો ગાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, જે કોઈપણ રીતે યોગ્ય નથી. આટલું જ નહીં, જુનિયર બાળકોએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મધ્યરાત્રિએ ફોન કરીને હેરાન કરવામાં આવતા હતા. આ કારણે અમે 80 વિદ્યાર્થીનીઓને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી છે.

આ પણ વાંચો: UP Police: યુવાઓ… કમર કસી લો, યુપી પોલીસે ભરતી બહાર પાડી છે

Tags :
Advertisement

.