Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Telangana election 2023 : રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધી 51. 89 ટકા થયુ મતદાન

તેલંગાણામાં 119 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે. સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી 106 મતવિસ્તારોમાં અને 13 ડાબેરી...
03:55 PM Nov 30, 2023 IST | Hiren Dave

તેલંગાણામાં 119 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે. સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી 106 મતવિસ્તારોમાં અને 13 ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત મતવિસ્તારોમાં સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં 2,290 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, તેમના મંત્રી-પુત્ર કે. ટી. રામારાવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડી અને ભાજપના લોકસભા સભ્ય બી. સંજય કુમાર અને ડી અરવિંદનો સમાવેશ થાય છે.

બપોરે 3  વાગ્યા સુધી કેટલુ મતદાન ?

તેલંગાણામાં બપોરે 3 વાગ્યા સુધી 51.89 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે આ માહિતી આપી છે. ધીમી શરૂઆત બાદ રાજ્યમાં મતદાનની ટકાવારીમાં તેજી આવી છે. ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેન રેડ્ડી હૈદરાબાદમાં તેમની પત્ની રેણુકા સાથે મતદાન કર્યુ.   તેમણે કહ્યું કે આ મતદાતાનો દિવસ છે અને જો તમે લોકશાહી જીવંત રહેવા માંગતા હોવ તો તમારે મતદાન કરવું જોઈએ.

 

બપોરે 1 વાગ્યા સુધી કેટલુ મતદાન ?

બપોરે 1 વાગ્યા સુધી તેલંગાણામાં 36.68 ટકા મતદાન થયું હતું. અભિનેતા જગપતિ બાબુએ હૈદરાબાદમાં ફિલ્મ નગર કલ્ચરલ સેન્ટર મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

 

અભિનેતા મનોજ માંચુએ હૈદરાબાદમાં મતદાન કર્યું.

આ દરમિયાન તેમણે કહ્યું, "મત આપવો એ આપણો અધિકાર અને જવાબદારી છે. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ બહાર આવીને મતદાન કરે કારણ કે મતદાનની ટકાવારી પહેલાથી જ ઓછી છે."

 

11 વાગ્યા સુધી કેટલું મતદાન?

તેલંગણામાં સવારે 11 વાગ્યા સુધી 20.64 ટકા મતદાન થવા પામ્યું છે. અભિનેતા શ્રીકાંતે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં પોતાનો મત આપ્યો અને કહ્યું, 'કૃપા કરીને તમારો મત આપો.' અભિનેતા વેંકટેશ દગ્ગુબાતીએ રંગા રેડ્ડી જિલ્લાના રાજેન્દ્રનગર મતવિસ્તારમાં પોતાનો મત આપ્યો.

તેલંગાણામાં સવારે 9 વાગ્યા સુધી 8.52 ટકા મતદાન

તેલંગાણામાં સવારે 9 વાગ્યા સુધી 8.52 ટકા મતદાન થયું છે. જનગાંવ પોલિંગ બૂથ નંબર 244 પર બીજેપી અને બીઆરએસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર છે. ઈબ્રાહિમપટ્ટનમના ખાનપુર મતદાન મથક પર બીઆરએસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તણાવના સમાચાર પણ છે.

આ પણ  વાંચો -પીએમ મોદીએ આ ચાર જાતિઓને મહત્વની ગણાવી, વસ્તી ગણતરી અંગે કહી આ મોટી વાત…

 

Tags :
AIMIMassembly electionsBJPBRSCongresselectionsLive UpdatesTelangana ElectionTelangana Election 2023Voting
Next Article