Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bridge Collapses: મહારાષ્ટ્રના ઉરણમાં 35 વર્ષ જૂનો પુલ ધરાશાયી, 2 લોકોના કરૂણ મોત

Bridge Collapses: મહારાષ્ટ્રના ઉરણમાં સોમવારે ખાડી પરનો પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ પુલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા. આ ઘટના અંગે એક અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે, ‘દાદરપાડા અને ધુડુસ ગામોને જોડતો પુલ સાંજે 5.30 વાગ્યે...
08:52 AM Feb 27, 2024 IST | VIMAL PRAJAPATI
bridge collapses in Maharashtra

Bridge Collapses: મહારાષ્ટ્રના ઉરણમાં સોમવારે ખાડી પરનો પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ પુલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા. આ ઘટના અંગે એક અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે, ‘દાદરપાડા અને ધુડુસ ગામોને જોડતો પુલ સાંજે 5.30 વાગ્યે તૂટી પડ્યો હતો, જેમાં મજૂરો રાજેશ લક્ષ્મણ વાઘમારે અને અવિનાશ સુરેશ મુરકુટેના મોત થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા’ વધુમાં તેમણે જણાવ્યું કે, ‘તેઓ નજીકના ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા અને માછીમારી માટે બહાર ગયા હતા.’

પુલ ધરાશાયી થવાને કારણે તેઓ ફસાઈ ગયા હતા

ઉરણ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 35 વર્ષ જૂનો પુલ ધરાશાયી થવાને કારણે તેઓ ફસાઈ ગયા હતા. બે ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ઉરણમાં સોમવારે ખાડી પરનો પુલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. ત્યા કેટલાક મજૂરો નજીકના ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા અને માછીમારી માટે બહાર ગયા હતા. ઉરણ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. પાંત્રીસ વર્ષ જૂનો પુલ ધરાશાયી થવાને કારણે તેઓ ફસાઈ ગયા હતા. બે ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

કાલે સાંજે આ પુલ ધરાશાયી થયાના સમાચાર સામે આવ્યા છે. આ પુલ ધરાશાયી થતા બે લોકોના મોત થયા છે તો, અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અત્યારે ઘાયલ લોકોની સારવાર કરવામાં આવી રહીં છે. મળતી વિગતો પ્રમાણે 35 વર્ષ જૂનો પુલ ધરાશાયી થવાને કારણે રાજેશ લક્ષ્મણ વાઘમારે અને અવિનાશ સુરેશ મુરકુટેના ઘટના સ્થળે જ મોત થયા હતાં.

આ પણ વાંચો: તેજસ્વી યાદવના કાફલાને નડ્યો ભીષણ અકસ્માત, ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
bridge collapses in MaharashtraGujarati Newslatest newsMaharashtramaharashtra newsmaharashtra news liveThe bridge collapsesVimal Prajapati
Next Article