Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

29 વર્ષ પહેલા અમેરિકામાં યંગ લીડર તરીકે સંબોધન કરી ચૂક્યા છે PM Modi,જુઓ તસવીરો

હાલમાં PM મોદી અમેરિકાની યાત્રાએ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનનાં આમંત્રણથી થતી આ તેમની પ્રથમ વિઝિટ છે. 2014માં ભારતનાં પ્રધાનમંત્રી બન્યાં બાદ તેઓ હવે છઠ્ઠી વખત અમેરિકા પહોંચ્યાં છે પરંતુ જાણવા જેવી વાત તો એ છે કે 29 વર્ષ પહેલાં...
29 વર્ષ પહેલા અમેરિકામાં યંગ લીડર તરીકે સંબોધન કરી ચૂક્યા છે pm modi જુઓ તસવીરો

હાલમાં PM મોદી અમેરિકાની યાત્રાએ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનનાં આમંત્રણથી થતી આ તેમની પ્રથમ વિઝિટ છે. 2014માં ભારતનાં પ્રધાનમંત્રી બન્યાં બાદ તેઓ હવે છઠ્ઠી વખત અમેરિકા પહોંચ્યાં છે પરંતુ જાણવા જેવી વાત તો એ છે કે 29 વર્ષ પહેલાં પણ નરેન્દ્ર મોદીને અમેરિકા જવાનો અને પોતાનો વિચાર રાખવાનો મોકો મળ્યો હતો.

Advertisement

25 साल पहले पीएम नरेंद्र मोदी के साथ यूएस गए थे जी किशन रेड्डी, आज बनेंगे  मंत्री!

1994માં અમેરિકામાં સંબોધન કર્યું  હતું 
અમેરિકી વિદેશ વિભાગ અને અમેરિકી યુવા રાજનૈતિક નેતાઓની પરિષદ, અન્ય દેશનાં યુવા નેતાઓને તેમનો અપ્રોચ સમજવા માટે અમેરિકા આમંત્રિત કરે છે. 1994ની સાલમાં અમેરિકન કાઉંસિલ ઑફ યંગ પોલિટિકલ લીડર્સનાં કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને પણ બોલાવવામાં આવ્યા હતા . આ દરમિયાન PM મોદીએ ઈન્ડિયન પોલિટિક્સ, ફોરેન રિલેશન પર વિસ્તારથી વાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ અનેક પોલિસી મેકર્સ, પોલિટિકલ લીડર્સ, બિઝનેસમેન, બ્યૂરોક્રેટ્સ સાથે પણ મુલાકાત કરી હતી.

Advertisement

2002માં અમેરિકાનાં વીઝા પર પ્રતિબંધ લાગ્યો
2002માં ગુજરાતમાં થયેલ દંગાને લઈને અમેરિકાએ નરેન્દ્ર મોદીને વીઝા આપવાથી ઈનકાર કરી દીધો હતો. 2014 સુધી આ પ્રતિબંધ લાગુ હતો. જો કે તેઓ પ્રધાનમંત્રી બન્યાં જે બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ બાદ PM નરેન્દ્ર મોદીનાં વીઝા પર લાગેલ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો.

Advertisement

PM Modi 6ઠ્ઠી સત્તાવાર અમેરિકાની મુલાકાતે છે

PM Narendr Modi નો આ છઠ્ઠો સત્તાવાર યુએસ પ્રવાસ છે. જોકે, આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત છે. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણ પર તેમની પ્રથમ રાજ્ય યાત્રા પર પહોંચ્યા છે. અગાઉ, રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળ દરમિયાન, આ 'રાજ્ય મુલાકાત' માટે માત્ર બે દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમ મોદી પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને રાજ્યની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

PM MOdi એ કેટલી વાર અમેરિકાની મુલાકાત કરી

  • 2014 સપ્ટેમ્બર 29-30 બરાક ઓબામા
  • 2016 માર્ચ 31 - એપ્રિલ 1 બરાક ઓબામા
  • 2016 જૂન 7 બરાક ઓબામા
  • 2017 જૂન 25-26 ડોનાલ્ડ ટ્રમ્પ
  • 2019 સપ્ટેમ્બર 22 ડોનાલ્ડ ટ્રમ્પ

આપણ  વાંચો -મોદીજી અમારા માટે ભગવાન છે, બસ તેમના દર્શન માટે આવ્યા છીએ.. અમેરિકામાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી

Tags :
Advertisement

.