26/11 હુમલાના આરોપી Tahawwur Rana ભારત આવશે, પ્રત્યાર્પણ રોકવાની અરજી ફગાવી
- યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની તે અરજીને ફગાવી દીધી
- પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી
- સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ
Tahawwur Rana: 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને (Tahawwur Rana)ભારત પ્રત્યાર્પણ કરવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેમણે તેમના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.
હવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક
64 વર્ષીય તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે.હાલમાં તેને લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ, રાણાએ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ એલેના કાગન સમક્ષ "ઇમરજન્સી પિટિશન" દાખલ કરી, જેમાં "હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી બાકી રહે ત્યાં સુધી પ્રત્યાર્પણ પર રોક" લગાવવાની માંગ કરવામાં આવી.
આ પણ વાંચો -Jammu-Kashmir : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ J&K ની મુલાકાતે, BSF જવાનો સાથે કરી વાતચીત
રાણાની અરજી ફગાવી દીધી
જોકે, ગયા મહિને જસ્ટિસ કાગને રાણાની અરજી ફગાવી દીધી હતી. આ પછી, રાણાએ પોતાની અરજી ફરીથી રજૂ કરી અને તેને મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ સમક્ષ મોકલવાની માંગ કરી. આના પર, સુપ્રીમ કોર્ટે રાણાની અરજીને 4 એપ્રિલ, 2025 ના રોજ 'કોન્ફરન્સ' માટે સૂચિબદ્ધ કરી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લીધો.સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "આ અરજી કોર્ટે ફગાવી દીધી છે." આ નિર્ણય પછી, અમેરિકામાં રાણાના કાનૂની વિકલ્પો હવે ખૂબ જ મર્યાદિત થઈ ગયા છે અને ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા આગળ વધારી શકાય છે.
આ પણ વાંચો -બિહારમાં Rahul Gandhiની હાજરીમાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓ બાખડ્યા....કરી થપ્પડવાળી
ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા
ઉલ્લેખનીય છે કે તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંનો એક છે. ભારતીય એજન્સીઓ અનુસાર, રાણાએ પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરી હતી. હેડલી પહેલાથી જ અમેરિકામાં સજા કાપી રહ્યો છે અને તેણે તપાસમાં રાણાની ભૂમિકાની પુષ્ટિ કરી હતી.ભારત લાંબા સમયથી રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું, અને હવે યુએસ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી, આ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા છે.