26/11 હુમલાના આરોપી Tahawwur Rana ને ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન
- 26/11 આતંકવાદી હુમલાના તહવ્વુર રાણા ભારત લવાશે
- અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન
- NIA તેની ઔપચારિક રીતે ધરપકડ કરી
Tahawwur Rana : મુંબઈના 26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા હવે થોડી કલાકોમાં ભારત પહોંચી જશે. અમેરિકાનું એક વિશેષ વિમાનમાં ભારતીય અધિકારી તહવ્વુર રાણાને લઈને રવાના થઈ ચૂક્યું છે. માહિતી અનુસાર, આજે સાંજે 7:10 વાગ્યે આ વિમાને અમેરિકાથી ઉડાન ભરી હતી.
NIA તેની ઔપચારિક રીતે ધરપકડ કરી
મળતી માહિતી અનુસાર, ભારત પહોંચતા જ NIA તેની ઔપચારિક રીતે ધરપકડ કરી લેશે. આ ઘટનાક્રમથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય પ્રેશર વધવાની શક્યતા છે, કારણ કે રાણાને લશ્કર-એ-તૈયબા અને ISIથી જોડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -Air India ફ્લાઇટમાં એક વ્યક્તિએ બાજુમાં બેઠેલા મુસાફર પર કરી લઘુશંકા
દિલ્હીમાં જ થશે સુનાવણી
NIAએ આ કેસને મુંબઈથી દિલ્હી ટ્રાન્સફર કરાવ્યો છે, અને હવે તેની તમામ સુનાવણી દિલ્હીમાં થશે. કાયદા મંત્રાલયના સૂચન બાદ આજથી જ આ કેસ દિલ્હી સ્થિત NIA હેડક્વાર્ટરમાં સ્થાનાંતરિત કરાયું. ગૃહ મંત્રાલય દ્વારા NIAએ કાયદા મંત્રાલય પાસેથી આ ટ્રાન્સફર માટે મંજૂરી લીધી હતી.રાણાના ભારત પહોંચતા જ પ્રાથમિક કસ્ટડીમાં NIAની પાસે રાખવામાં આવશે, જ્યાં તેની પૂછપરછ થશે. ત્યારબાદ તેને દિલ્હી અથવા મુંબઈની વિશેષ જેલમાં રાખવાની વ્યવસ્થા કરાઈ રહી છે.
આ પણ વાંચો -UP : યોગી સરકારની કર્મચારીઓને ભેટ,મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
મુંબઈ આતંકવાદી હુમલામાં ૧૭૫ લોકો માર્યા ગયા હતા
26 નવેમ્બર 2008 એ એક એવી તારીખ છે જેને મુંબઈ અને આખો દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર ભયાનક હુમલા કર્યા હતા. તાજ હોટેલથી હોટેલ ટ્રાઇડેન્ટ સુધી, નરીમન હાઉસથી સીએસટી રેલ્વે સ્ટેશન સુધી, આતંકવાદી અજમલ કસાબ સહિત 10 આતંકવાદીઓ મુંબઈને લોહીલુહાણ છોડીને ગયા. ઘણા બહાદુર અધિકારીઓ શહીદ થયા. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલાઓમાં કુલ ૧૭૫ લોકો માર્યા ગયા હતા, જેમાં ૯ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે. ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. #mumbaiattack
રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાણાને સોંપવાની જાહેરાત કરી
આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવામાં આવી. હવે તહવ્વુર રાણા, જેણે પાકિસ્તાનના આતંકવાદી લશ્કર-એ-તૈયબા અને તેના ખાસ અમેરિકન મૂળના આતંકવાદી રિચાર્ડ કોલમેન હેડલી સાથે મળીને મુંબઈ હુમલાનું કાવતરું ઘડ્યું હતું, તે 17 વર્ષ પછી ભારત આવી રહ્યો છે. આ નિર્ણય ભારતની મોદી સરકાર માટે એક મોટી રાજદ્વારી જીત છે. 14 ફેબ્રુઆરીના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે તવ્વુર રાણાને ભારતને સોંપવાની જાહેરાત કરી. આ પછી, તેના દેશનિકાલની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી હતી.