Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો
- એક લિટર દૂધને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ
- વિવાદ વધતા નામી અપરાધીઓએ ફાયરિંગ કર્યુ
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી
Shocking Bihar Crime : બિહારના ભોજપુરમાંથી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે બે પક્ષો વચ્ચે એક લિટર દુધને લઈને આ ઘટના બની હતી. દૂધને લઈને વિવાદ એટલો વધી ગયો કે એક પક્ષ તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. આ દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ પછી, હત્યાનો બદલો લેવા, મૃતકના પરિજનોએ પહેલા પક્ષના એક યુવાનને એટલો માર માર્યો કે તે મરી ગયો. આ હિંસક ઝઘડામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, કેસ નોંધીને તપાસ શરૂ કરી.
आज दिनांक 16.03.2025 के सुबह करीब 09 बजे बड़हरा थानान्तर्गत सेमरा गांव में दूध को लेकर विवाद हुआ जिसमें 02 लोगों की मृत्यु हो गयी है।
घटना के सूचना मिलते ही पुलिस अधीक्षक महोदय, भोजपुर, अनुमंडल पुलिस पदाधिकारी सदर-02 एवं अन्य पुलिस पदाधिकारी के साथ (1/2) pic.twitter.com/MhRLJeBjkX
— Bhojpur Police (@bhojpur_police) March 16, 2025
દૂધને લઈને ફાયરિંગ
આ આખો મામલો ભોજપુર જિલ્લાના બધરા પોલીસ સ્ટેશન વિસ્તારના સેમરા ગામનો છે. અહી બે દિવસ પહેલા સેમરા અને બિંદગવા ગામના બે પક્ષો વચ્ચે એક લીટર દૂધ ખરીદવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં એક યુવકની નામી અપરાધીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી તરત જ મૃતકના પરિવારજનોએ બદલો લેવા ગોળી મારવાવાળા આરોપી યુવકને એટલો માર માર્યો કે તેનુ પણ મોત થયુ હતુ. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરવામાં છે. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
આ પણ વાંચો : Karnataka માં ડબલ મર્ડર, બાઇક સવાર બે લોકોને ઘેરીને માર્યા, આરોપીઓની શોધખોળ ચાલુ
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે
ભોજપુરના એસપી રાજ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. દરમિયાન, એસપી રાજે કહ્યું કે સ્થળ પરથી એક પિસ્તોલ અને એક રાઈફલ મળી આવી છે, જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ ઘાયલોને સારવાર માટે આરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Jharkhand: ગિરિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ