PM Kisan 19th Installment:19મો હપ્તો કર્યો જાહેર, ખેડૂતોના ખાતામાં આવશે 9.80 કરોડ
- કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19મો હપ્તો જાહેર
- ખેડૂતોના ખાતામાં લગભગ 9.80 કરોડ ખાતામાં આવશે
- 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા
PM Kisan 19th Installment: ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દેશભરના ખેડૂતોના ખાતામાં લગભગ 9.80 કરોડ ખેડૂતોના ખાતામાં 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ સાથે જ વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ (PM Kisan 19th Installment)કરવામાં આવ્યું. જેમાં બિહારના ખેડૂતોના ખાતામાં લગભગ 1,600 કરોડ રૂપિયા જમા કરાયા. પીએમ મોદી ભાગલપુર પહોંચી ગયા છે.સીએમ નીતિશ કુમાર સાથે પીએમ મોદી રોડ શો કરીને સભા સ્થળે પહોંચ્યા હતા.
કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19મો હપ્તો
2000 રૂપિયાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. મહત્વનું છે કે પીએમ કિસાન યોજનાના છેલ્લા 18મા હપ્તામાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 20,665 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
#WATCH | Bihar: Prime Minister Narendra Modi felicitated in Bhagalpur. He will shortly release the 19th instalment of PM Kisan Samman Nidhi Yojana and inaugurate & dedicate to the nation various development projects.
(Video: DD) pic.twitter.com/FCNeXjoRiG
— ANI (@ANI) February 24, 2025
આ પણ વાંચો -હાલેલુજાહ શું છે, જેને રાજા ભૈયાએ પોપ ફ્રાન્સિસના 'સ્વાસ્થ્ય' માટે સલાહ આપી
મખાનાની માળા પહેરાવીને પીએમનું સ્વાગત કરાયુ
રાષ્ટ્રીય લોકશાહી જોડાણના નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીને મખાનાનો વિશાળ માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, સીએમ નીતિશ કુમાર, બંને નાયબ સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ, ચિરાગ પાસવાન સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર રહ્યા.
बिहार की पावन धरती से अन्नदाता बहनों-भाइयों के खातों में पीएम-किसान की 19वीं किस्त ट्रांसफर करने के साथ विभिन्न विकास परियोजनाओं का उद्घाटन कर अत्यंत गौरवान्वित महसूस कर रहा हूं। https://t.co/ScyieLvMYS
— Narendra Modi (@narendramodi) February 24, 2025
આ પણ વાંચો -પંજાબમાં AAP ની મુશ્કેલીઓ વધી! 32 MLA છોડી શકે છે પાર્ટી
ખેડૂતોને પૂરતું અનાજ મળે છે: પીએમ મોદી
પીએમ મોદીએ ભાગલપુરમાં એક રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે આપણા પ્રિય મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાગત છે. લાલુ યાદવ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જે લોકો પશુઓનો ચારો ખાઈ શકે છે તેઓ ક્યારેય પરિસ્થિતિ બદલી શકતા નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલા ખેડૂતોને યુરિયા માટે માર ખાવો પડતો હતો અને યુરિયાનું કાળાબજાર થતું હતું. પરંતુ આજે ખેડૂતોને પૂરતું અનાજ મળે છે. કોરોના દરમિયાન પણ ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવા દેવામાં આવ્યો ન હતો.
#WATCH | PM Narendra Modi releases the 19th instalment of PM Kisan Samman Nidhi Yojana and inaugurates & dedicates to the nation various development projects, from Bhagalpur in Bihar.
(Video: DD) pic.twitter.com/OkJrrv2NQu
— ANI (@ANI) February 24, 2025
ખેડૂત કલ્યાણ અમારી પ્રાથમિકતા- પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું, મિત્રો, મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભો છે. આ આધારસ્તંભ ગરીબો, આપણા ખેડૂતો, આપણા યુવાનો અને દેશની મહિલા શક્તિ છે. પીએમએ કહ્યું કે કેન્દ્રમાં NDA સરકાર હોય કે નીતિશજીના નેતૃત્વમાં ચાલી રહી હોય, ખેડૂત કલ્યાણ અમારી પ્રાથમિકતા છે.