Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP : પુત્રએ પોલીસની સામે જ માતાને જીવતી સળગાવી, કારણ જાણી ચોંકી જશો Video Viral

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અલીગઢ (Aligarh) જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ખેર પોલીસ સ્ટેશનમાં એક મહિલાના તેના જ પુત્રએ તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આગના કારણે મહિલા ખરાબ રીતે દાઝી ગઈ હતી. આ બનાવથી...
up   પુત્રએ પોલીસની સામે જ માતાને જીવતી સળગાવી  કારણ જાણી ચોંકી જશો video viral

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અલીગઢ (Aligarh) જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ખેર પોલીસ સ્ટેશનમાં એક મહિલાના તેના જ પુત્રએ તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આગના કારણે મહિલા ખરાબ રીતે દાઝી ગઈ હતી. આ બનાવથી ખેર પોલીસ મથકમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યાં હાજર પોલીસકર્મીઓએ તરત જ મહિલા પર લાગેલી આગને ઓલવી હતી. આગ ઓલવાઈ ત્યાં સુધીમાં મહિલા ખરાબ રીતે દાઝી ગઈ હતી. મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. પોલીસે તેના પુત્રને કસ્ટડીમાં લીધો છે. પતિના મૃત્યુ બાદ મહિલાનો તેના સાસરિયાઓ સાથે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આજે પુત્રએ તેના કાકા અને મામાને ફસાવવા માટે તેની માતાને જીવતી સળગાવી દીધી હતી.

Advertisement

પતિના મૃત્યુ બાદ મિલકત બાબતે ઝઘડો થયો હતો...

મળતી જાણકારી અનુસાર, રહેવાસી જરકન નગરિયાના હેમલતાના પતિ રાજકુમારનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું. પતિના અવસાન બાદ તેનો તેના ભાઈ, મામા અને બાળકો સાથે મિલકતની વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ મહિલા દ્વારા ખેર પોલીસ સ્ટેશનમાં મારપીટ અને છેડતીની FIR પણ દાખલ કરવામાં આવી હતી. મહિલાના ભાઈ ચંદ્રમોહનનો આરોપ છે કે તેની બહેનને સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આજે મહિલા તેના પુત્ર ગૌરવ અને ભાઈ ચંદ્રમોહન સાથે ખેર પોલીસ સ્ટેશન પહોંચી હતી. અહીં પણ તેના પર સમાધાન માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

મહિલા 80 % ટકા દાઝી ગઈ હતી...

આ દરમિયાન મહિલાના પુત્ર ગૌરવે તેની માતા પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી જેથી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. આ પછી તે પોતાના મોબાઈલથી ઘટનાનો વીડિયો (Video) બનાવતો રહ્યો. પોલીસ સ્ટેશનમાં મહિલાને આગ ચાંપવામાં આવી હોવાના સમાચારથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આગથી દાઝી ગયેલી મહિલા જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું. ઘટના સ્થળે હાજર પોલીસકર્મીઓએ આગ ઓળવવાનું શરુ કર્યું હતું. ભારે જહેમતથી મહિલા પર લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે જેએન મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પુત્ર ગૌરવે તેને આગ લગાડ્યા બાદ મહિલા 80 રટકા દાઝી ગઈ હતી અને તેનું મેડિકલ કોલેજમાં મોત થયું હતું. આ દરમિયાન પોલીસે મહિલાના પુત્ર ગૌરવને પોતાની કસ્ટડીમાં લીધો હતો. આ ઘટના બાદ SSP સંજીવ સુમન તાત્કાલિક ખેર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહિલાના ભાઈ ચંદ્રમોહને મહિલાના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

SSP એ સમગ્ર ઘટના જણાવી...

અલીગઢ (Aligarh)ના SSP સંજીવ સુમને કહ્યું કે ખેરમાં લગભગ અડધા કલાક પહેલા માહિતી મળી હતી કે એક મહિલા, તેનું નામ હેમલતા છે, તેના પુત્રએ તેને પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દીધી છે. આ અંગે અમે તપાસ કરી હતી. હેમલતાનો તેના પતિના પરિવારના સભ્યો સાથે વિવાદ ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. વિવાદ જમીનને લઈને છે. જમીન વિવાદ અંગે તેમણે FIR પણ દાખલ કરી હતી જેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં આજે બંને પક્ષોને બોલાવીને કહ્યું હતું કે, જો મકાન જોઈતું હોય તો બીજી જગ્યાએ મકાન બનાવી લો. બંને વચ્ચે પૈસાની વાત થઈ હતી. આવી સ્થિતિમાં તે કોઈ ચર્ચા સુધી પહોંચી શકી નથી. આ પછી મહિલા બહાર ગઈ અને પુત્રએ તેને લાઈટર વડે આગ લગાવી દીધી. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના CCTV માં કેદ થઈ ગઈ છે. તેણે કહ્યું, મહિલાના પુત્રએ બળપૂર્વક આગ લગાવી હતી. પોલીસ તેને રોકે તે પહેલા તેના પુત્રએ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. આગ ઓલવવાના પ્રયાસમાં પોલીસકર્મીઓના હાથ બળી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો : Swati Maliwal Case : Bibhav Kumar સામે 300 પાનાની ચાર્જશીટ રજૂ, 30 મીએ સુનાવણી

આ પણ વાંચો : IAS પૂજા ખેડકરની ટ્રેનિંગ પર રોક, તાત્કાલિક પરત બોલાવવાના આદેશ…

આ પણ વાંચો : Haryana માં ગુંજ્યો મુસ્લિમ આરક્ષણનો મુદ્દો, અમિત શાહે કહ્યું- કર્ણાટક જેવી સ્થિતિ અહીં નહીં થવા દઈએ…

Tags :
Advertisement

.