Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Repository-દેશની ટેમ્પલ ઇકોનોમી 3.02 લાખ કરોડ રૂપિયાથી વધુ  

Repository-મંદિરોના અઢળક સંપત્તિના ભંડાર. આજે વાત પૂરીના સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજી મંદિરના રત્ન ભંડારની.  46 વર્ષના લાંબા ગાળા બાદ ખોલવામાં આવ્યા. ખજાનાની ગણતરી હાથ ધરવામાં આવી છે. છેલ્લે 1978માં રત્નોની ગણતરીની પ્રક્રિયા પૂરા સિત્તેર દિવસ ચાલી હતી દેશના મંદિરોમાં અઢળક સોનું...
repository દેશની ટેમ્પલ ઇકોનોમી 3 02 લાખ કરોડ રૂપિયાથી વધુ  

Repository-મંદિરોના અઢળક સંપત્તિના ભંડાર. આજે વાત પૂરીના સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજી મંદિરના રત્ન ભંડારની. 

Advertisement

46 વર્ષના લાંબા ગાળા બાદ ખોલવામાં આવ્યા. ખજાનાની ગણતરી હાથ ધરવામાં આવી છે. છેલ્લે 1978માં રત્નોની ગણતરીની પ્રક્રિયા પૂરા સિત્તેર દિવસ ચાલી હતી

દેશના મંદિરોમાં અઢળક સોનું અને ઘરેણાંઓ અને સ્થાવર મિલકતો  છે. આ ખજાના વિશે એવું કહેવામાં આવે છે કે, જો એને બજારમાં ઠાલવવામાં આવે તો દેશની ઇકોનોમી ઊંચી આવી જાય. રોજે રોજ લોકો કરોડો રૂપિયાના સોના-ચાંદીનો ચડાવો મંદિરોમાં કરતા રહે છે

Advertisement

દેશ શ્રદ્ધા અને માનતાઓ પર જીવનારો દેશ

અરે,ગામડાઓનાં મંદિરોના નિભાવ ખર્ચ માટે ખાસ જમીનો ફાળવાતી અને એની આવક મંદિર ખાતે જ જમા થાય. હમણાં જ ગુજરાતમાં ‘દેવસ્થાન જમીન નાબૂદી’ કાયદો આવ્યો કારણ વરસોથી આ મંદિરીયાં ખેતરો જે વાવતા એ ગણોતધારા મુજબ માલિક જ બની બેઠેલા.

પુરીના જગન્નાથ મંદિરની ય હજારો એકર જમીન અલગ અલગ રાજ્યોમાં છે.

Advertisement

આપણો દેશ શ્રદ્ધા અને માનતાઓ પર જીવનારો દેશ છે. શ્રદ્ધાળુઓ રોજે રોજ લાખો કરોડો રૂપિયાનું સોનું મંદિરોમાં ચડાવતા રહે છે.

ખજાના સાથે જાતજાતની દંતકથાઓ

મંદિરો પાસે પ્રાચીન સમયના ખજાના છે જેની કિંમત અબજોમાં આંકવામાં આવે છે. અનેક મંદિરોના ખજાના સાથે જાતજાતની દંતકથાઓ પણ જોડાયેલી છે. ક્યાંક એવી વાતો છે કે, મંદિરના ખજાનાની રક્ષા ફણીધર નાગ કરે છે, તો ક્યાંક એવી કથા છે કે એ મંદિરના ખજાનાને કોઇ ખોલી શકતું નથી.

મંદિરની નીચે જમીનમાં પણ મોટા ખજાના દટાયેલા હોવાનું માનવામાં આવે છે. મંદિરો સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે. કેટકેટલીય માન્યતાઓ પણ મંદિરો સાચવીને બેઠા છે.

સરકાર એક હદથી વધારે મંદિરાના ખજાનાના મુદ્દાને છંછેડવાનું ટાળે છે. આજકાલ ઓડિશાના પૂરીમાં આવેલ સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીનો ખજાનો ખૂબ ચર્ચામાં છે. પૂરા 46 વર્ષ પછી રત્નોની ગણતરી માટે મંદિરનો ખજાનો ખોલવામાં આવ્યો છે.

શુભ મુહૂર્ત જોઇને ખજાનો ગણતરી માટે ખોલવામાં આવ્યો

છેલ્લે 1978માં મંદિરના રત્નો અને આભૂષણોની ગણતરી થઇ હતી. એ વખતે 70 દિવસ સુધી ગણતરી ચાલી હતી. 1978 પછી બે વખત ડિસેમ્બર, 1982 અને જુલાઇ, 1985માં ખજાનો ખોલવામાં આવ્યો હતો પણ તેનું કારણ ગણતરી નહીં પણ ભગવાન માટે આભૂષણો કાઢવાનું હતું. આ વખતે શુભ મુહૂર્ત જોઇને ખજાનો ગણતરી માટે ખોલવામાં આવ્યો છે. હાઇ સિક્યોરિટી વચ્ચે મંદિરના આભૂષણોની ગણતરીઓ હાથ ધરવામાં આવી છે.

ભગવાન જગન્નાથજીના ખજાનાની અગાઉ ગણતરી કરવામાં આવી ત્યારે કેટલા દાગીના હતા?

ખજાનામાં 747 પ્રકારના આભૂષણો જોવા મળ્યા હતા. તેમાં 12838 તોલા સોનાના ઘરેણાં, 22153 તોલાના ચાંદીના ઘરેણાં, હીરા, ઝવેરાત, અન્ય રત્નો તથા બીજા સરસામાનનો સમાવેશ થાય છે. આ બધા આભૂષણોની કિંમત આંકવી અઘરી છે, એનું કારણ એ છે કે, કેટલાંક ઝવેરાતો ખૂબ જ જૂના સમયના છે. તેઓ સોના ચાંદીની કિંમત કરતા પણ વધુ એન્ટિક વેલ્યૂ ધરાવે છે.

અગાઉના સમયમાં રાજા રજવાડાઓ કોઇ યુદ્ધ જીતે એ પછી મંદિરોમાં મોટી સંખ્યામાં દાગીનાઓનો ચડાવો કરતા હતા. રાજાઓએ ધરેલા પ્રાચીન સમયના અનેક ઘરેણાઓ આ મંદિરના ખજાનામાં છે. મંદિરોનો ખજાનો લૂંટવા માટે મંદિરો પર આક્રમણો થયાના કિસ્સાઓ પણ બહુ જાણીતા છે.

જગન્નાથજી મંદિરના ખજાના સાથે જાતજાતની માન્યતાઓ

આ વખતે જગન્નાથ મંદિરના ખજાનાની ગણતરીમાં એ વાતની પણ ચકાસણી થવાની છે કે, અગાઉ જ્યારે ખજાનો ખોલવામાં આવ્યો ત્યારે જે ઝવેરાત હતું એ એમનું એમ તો છેને? ઘણા મંદિરોના ખજાનામાંથી પણ જર ઝવેરાત ગુમ થયાની ઘટનાઓ નોંધાઇ છે. જગન્નાથજી મંદિરના ખજાના સાથે જાતજાતની માન્યતાઓ જોડાયેલી છે. ઝેરી સાપ ખજાનાનું રક્ષણ કરે છે એ માન્યતાના કારણે આ વખતે પણ ખજાનો ખોલવા જતા અધિકારીઓ ડરતા હતા.એટલે આ વખતે ખજાના ખોલવાના સમયે સાપ પકડનાર નિષ્ણાતો પણ હાજર રખાયા.   

જગન્નાથ મંદિરના ખજાનાની બાકીની વિગતો તો ગણતરી પૂરી થશે પછી જાહેર કરવામાં આવશે પણ આ ખજાનાના કારણ દેશમાં બીજા ધનાઢ્ય મંદિરો અને કોની પાસે કેટલો ખજાનો છે તેની ચર્ચાઓ પણ બરાબરની જામી છે. દેશમાં અંદાજે પાંચ લાખથી વધુ નાના મોટા મંદિરો છે. તેમાં કેટલાંક તો એવા છે જેની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી છે. મોટા ભાગના મંદિરો પર લોકોને અપાર શ્રદ્ધા છે અને કેટલાંક મંદિરોની માનતા તો અચૂક ફળે છે એવું કહેવાતું રહ્યું છે.

દેશની ટેમ્પલ ઇકોનોમી 3.02 લાખ કરોડ રૂપિયાથી વધુ  

માનતા પેટે જ લોકો સોનું, ચાંદી, હીરા કે નાણાં મંદિરોમાં ધરતા રહે છે.Repository બાબતે  એનએસએસઓ એટલે કે નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ દેશની ટેમ્પલ ઇકોનોમી 3.02 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. દેશમાં દસથી વધુ મંદિરો તો એવા છે જેની સંપત્તિ નાના દેશોની જીડીપી કરતા પણ વધુ છે. કેરળના તિરૂવનંતપુરમમાં આવેલ પદ્મનાભ મંદિરની ગણના ધનાઢ્ય મંદિરમાં થાય છે. 2011માં પદ્મનાભ મંદિરના ખજાનાના છ દરવાજા ખોલવામાં આવ્યા હતા. તેમાં જે ખજાનો હતો તેની રકમ જ 20 અબજ ડોલર આંકવામાં આવી હતી.

પદ્મનાભ મંદિરની કુલ સંપત્તિ 1,20,000 કરોડ

સુપ્રીમ કોર્ટના આદેશના કારણે સાતમો દરવાજો ખોલવામાં આવ્યો નહોતો, એમાં સૌથી મોટો Repository ખજાનો હોવાનું માનવામાં આવે છે. 2023માં આ મંદિરની કુલ સંપત્તિ 1,20,000 કરોડ હોવાનું કહેવાયું હતું. દર વર્ષે આ મંદિરના ભગવાન વિષ્ણુને એક હજાર કરોડથી વધુનું સોનું, દાગીના અને રોકડ રકમ ધરવામાં આવે છે. મંદિરના ખજાનામાં પ્રાચીન સમયની અનેક સોનાની મૂર્તિઓ પણ છે.

તિરૂપતિ બાલાજી-દર વર્ષે મંદિરમાં અંદાજે 650 કરોડથી વધુ રકમના દાગીના અને રોકડ

 આંધ્ર પ્રદેશના ચિતુર જિલ્લામાં તિરૂમાલા પર્વત પર આવેલ તિરૂપતિ બાલાજી મંદિર પણ લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ મંદિર પાસે નવ ટન સોનાનો ભંડાર છે. 14 હજાર કરોડની ફિક્સ ડિપોઝીટ આ મંદિરના નામે બોલે છે. દર વર્ષે મંદિરમાં અંદાજે 650 કરોડથી વધુ રકમના દાગીના અને રોકડ ધરવામાં આવે છે. મંદિરની સંપત્તિ 3 લાખ કરોડ કરતા વધુ હોવાનું કહેવામાં આવે છે.

શિરડીના સાંઇબાબા મંદિરની કુલ સંપત્તિ અઢી હજાર કરોડથી વધુ

શિરડીના સાંઇબાબા મંદિર પાસે 380 કિલો સોનું, ચાર હજાર કિલો ચાંદી, 1800 કરોડથી વધુ રોકડ સહિત મોટી સંપત્તિ છે. કેરળના

ગુરૂવયૂર દેવસ્થાનમ મંદિરના બેંક ખાતાઓમાં 1737 કરોડ રૂપિયા જમા છે. મંદિર પાસે 271 એકરથી વધુ જમીન છે. આ મંદિરની કુલ સંપત્તિ અઢી હજાર કરોડથી વધુ છે.

મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં દર વર્ષ શ્રદ્ધાળુઓ 125 કરોડ જેટલી રકમ ધરે છે.આ મંદિર નો Repository સંપન્ન છે. 

વૈષ્ણો દેવી મંદિરમાં દર વર્ષે 500 કરોડથી વધુ રકમનો ચઢાવો

જમ્મુ કાશ્મીરના કટરાના વૈષ્ણો દેવી મંદિરમાં દર વર્ષે 500 કરોડથી વધુ રકમ ધરવામાં આવે છે. મંદિરની કુલ સંપત્તિ 1500 કરોડથી વધુ છે.

જેના પરિસરમાં 33000 મૂર્તિઓ છે એ દક્ષિણ ભારતના મિનાક્ષી મંદિરનો મહિમા પણ અદકેરો છે. દર વર્ષે મંદિરમાં દર્શન કરવા આવતા હજારો શ્રદ્ધાળુઓ 6 કરોડ રૂપિયાથી વધુનું દાન કરે છે.

સુવર્ણ મંદિરમાં દર વર્ષે 500 કરોડનો ચડાવો

શીખોના પવિત્ર ધર્મ સ્થળ અમૃતસરના સુવર્ણ મંદિરમાં 400 કિલો સોનું જડવામાં આવ્યું છે. સુવર્ણ મંદિરમાં દર વર્ષે 500 કરોડનો ચડાવો થાય છે. આ બધા તો મોટા મોટા મંદિરો છે,

આ સિવાય પણ એટલા સુપ્રસિદ્ધ મંદિરો છે જેની પાસે અબજોની સંપત્તિ Repository છે. બધાની વાત માંડવા બેસીએ તો ખૂટે નહીં. મંદિરોને જે આવક થાય છે એમાંથી મંદિરોના ટ્રસ્ટો દ્વારા આરોગ્યથી માંડીને એજ્યુકેશન સુધીની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. મંદિરોની આવક તો તગડી છે જ, સાથોસાથ મંદિરોમાં લાખો લોકો દર્શને આવે છે તેના કારણે જે તે ધાર્મિક સ્થળે પણ મોટા પાયે ધંધા રોજગારનો વિકાસ થયો છે.

મંદિરોના કારણે પેદા થતી રોજગારી પણ દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે. માત્ર આપણા દેશમાં જ નહીં, દુનિયાના દરેક દેશમાં અને દરેક ધર્મમાં શ્રદ્ધાળુઓ ધર્મ સ્થાનોના ખજાના ભરતા રહે છે. આપણા મંદિરોનો ખજાનો પણ સતત વધતો જ રહેવાનો છે. 

આ પણ વાંચો- પેટાચૂંટણી બાદ UPમાં કેબિનેટમાં થઇ શકે ફેરબદલ…

Advertisement

.