Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Plane Crashes :ઝારખંડમાં ટ્રેઈની વિમાન થયું ક્રેશ, બે પાયલોટો ગુમ..

ઝારખંડના જમશેદપુરમાં એક ટ્રેઈની વિમાન થયું ક્રેશ વિમાન સોનારી એરપોર્ટ પરથી ટેક ઓફ થયા બાદ ગુમ વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ તેનો કાટમાળ મળી આવ્યો  Plane Crashes  : ઝારખંડના જમશેદપુર(Jamshedpur)માં એક ટ્રેઈની વિમાન ક્રેશ (Plane Crash)થયું છે, જેમાં બે...
plane crashes  ઝારખંડમાં ટ્રેઈની વિમાન થયું ક્રેશ  બે પાયલોટો ગુમ
  1. ઝારખંડના જમશેદપુરમાં એક ટ્રેઈની વિમાન થયું ક્રેશ
  2. વિમાન સોનારી એરપોર્ટ પરથી ટેક ઓફ થયા બાદ ગુમ
  3. વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ તેનો કાટમાળ મળી આવ્યો

 Plane Crashes  : ઝારખંડના જમશેદપુર(Jamshedpur)માં એક ટ્રેઈની વિમાન ક્રેશ (Plane Crash)થયું છે, જેમાં બે પાયલોટો (Pilot)ગુમ થયા છે. આ વિમાન સોનારી એરપોર્ટ પરથી ટેક ઓફ થયા બાદ ગુમ થયું હતું. વિમાનનું ક્રેશ લેન્ડિંગ( Plane Crashes) થયા બાદ તેનો કાટમાળ મળી આવ્યો છે. જ્યારે વિમાનમાં સવાર બંને પાઈલોટો ગુમ થયા બાદ તેમની શોધખોળ હાથ ધરાઈ છે.

Advertisement

અમાડા જંગલ વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગ

ઉડ્ડયન કંપની સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ટેકઓફ થયાના લગભગ 15 મિનિટ બાદ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેનું છેલ્લું લોકેશન જમશેદપુરમાં દિમના ડેમ પાસે નોંધાયું હતું. દુર્ઘટનાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પૂર્વ સિંહભૂમ અને સરાયકેલા-ખારસાવાન જિલ્લા વહીવટીતંત્રને માહિતી આપવામાં આવી હતી, જો કે, પછી સમાચાર આવ્યા કે વિમાન પટમડા પોલીસ સ્ટેશનના અમદા પહાડી જંગલ વિસ્તારમાં પડ્યું છે. સમાચાર મળતાની સાથે જ એરપોર્ટ મેનેજમેન્ટ, એવિએશન કંપની અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ પણ  વાંચો -ભારે વિરોધ પછી 'લેટરલ એન્ટ્રી' દ્વારા ભરતી માટેની જાહેરાત રદ, DoPT એ UPSC ચીફને પત્ર લખ્યો

Advertisement

પાયલોટ સુરક્ષિત હોવાના સમાચાર

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 3 વાગ્યે પાટમડાના સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે એક નાનું વિમાન આમડા પર્વત પાસે ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેઇની પાયલોટ અને ઇન્સ્ટ્રક્ટર આ દુર્ઘટનામાં સુરક્ષિત રીતે બચી ગયા છે, જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા 11 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક એરસ્ટ્રીપ પર ખાનગી એવિએશન એકેડમીનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં બે પાયલટ ઘાયલ થયા હતા.

આ પણ  વાંચો -Ajmer 1992 Sex Scandal : અજમેર કેસમાં 6 આરોપીઓને આજીવન કેદ, 5-5 લાખનો દંડ

Advertisement

ફ્લાઇટ 40 મિનિટ સુધી ચાલી હતી

આ અંગે માહિતી આપતાં ગુના કેન્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિલીપ રાજોરિયાએ જણાવ્યું હતું કે 2 સીટવાળું સેસના 152 એરક્રાફ્ટ એન્જિન ફેલ થવાને કારણે ક્રેશ થયું હોવાની આશંકા છે. અકસ્માત પહેલા તેણે લગભગ 40 મિનિટ સુધી ઉડાન ભરી હતી. તેમણે કહ્યું હતું કે વિમાનમાં સવાર બે પાયલટ ઘાયલ થયા છે, પરંતુ તેઓ ખતરાની બહાર છે. અધિકારીએ કહ્યું કે આ વિમાનને થોડા દિવસો પહેલા ગુનામાં નિરીક્ષણ અને જાળવણી માટે લાવવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.