Maharashtra: ધોધ આનંદ માણતા ફસાયા પ્રવાસીઓ, જુઓ Video
Maharashtra : મહારાષ્ટ્ર(Maharashtra)ના લોકોના જનજીવનને અત્યારે ભારે અસર થઈ છે. મુંબઈ અને તેના ઉપનગરોમાંથી સતત ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અધિકારીઓને 'હાઈ એલર્ટ' પર રહેવા જણાવ્યું છે. IMD એ એવા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી પણ આપી છે જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન કેટલાક લોકો કુદરતનો આનંદ માણવા માટે ફરવા જતા હોય છે અને બાદમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કેટલાક પ્રવાસીઓ નવી મુંબઈમાં ધોધ જોવા ગયા હતા પરંતુ વરસાદના કારણે ત્યાં અટવાઈ ગયા હતા.
લોકોને બચાવી લેવાયા હતા
60 થી વધુ પ્રવાસીઓ સીબીડીના દુર્ગા નગર સ્થિત ધોધને જોવા અને તેની આસપાસ ફરવા ગયા હતા. પરંતુ ભારે વરસાદને કારણે તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. આ અંગેની માહિતી મળ્યા બાદ કમિશનર ડો. કૈલાશ શિંદેએ પોલીસ અને ઈમરજન્સી સેવાઓને સ્થળ પર મોકલી જેથી પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. પોલીસ અને ઈમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ચંદ્રપુર જિલ્લામાં પણ લોકો ફસાયા
ચંદ્રપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાતભર પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચંદ્રપુરના અજયપુર ગામ પાસે ઘણા ખેડૂતો ખેતરોમાં ફસાઈ ગયા હતા, જ્યારે ત્યાં ફરવા આવેલા કેટલાક પ્રવાસીઓ પણ ત્યાં ફસાઈ ગયા હતા. જ્યારે પ્રશાસનને આ અંગેની માહિતી મળી તો પોલીસને બચાવ માટે મોકલવામાં આવી. રેસ્ક્યુ હાથ ધરતી વખતે, પોલીસ ટીમે ફસાયેલા પ્રવાસીઓ, રિસોર્ટના કર્મચારીઓ અને ખેતરોમાં ખેડૂતોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો -NEET પેપર લીક, નેમપ્લેટ વિવાદ, બજેટ પહેલા સર્વપક્ષીય બેઠક મળી
આ પણ વાંચો -NEPAL: K P SHARMA OLI એ સંસદમાં વિશ્વાસ મત જીત્યા,188 સભ્યોનું મેળવ્યું સમર્થન
આ પણ વાંચો -MP Rewa News: મધ્ય પ્રદેશમાં મહિલાઓને જીવતી જમીનમાં દાંટવાની કરાઈ કોશિશ, જુઓ વીડિયો