INS Brahmaputra Caught Fire: INS બ્રહ્મપુત્રમાં લાગી ભીષણ આગ, એક નાવિક ગાયબ
INS Brahmaputra Caught Fire : વૉરશિપ INS બ્રહ્મપુત્રમાં ભીષણ (INS Brahmaputra Caught Fire)આગ લાગી હતી તે બાદ તેને નુકસાન થયું હતું. આ ઘટના પછી એક નાવિક ગાયબ છે. આ વાતની જાણકારી ભારતીય નૌસેનાએ આપી છે. ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં કહ્યું કે INS બ્રહ્મપુત્રમાં ભીષણ આગ લાગ્યા બાદ આ જહાજ દરિયામાં એક તરફ નમી ગયું હતું .નિવેદનમાં કહેવામાં આવ્યું કે અધિકારી એક નાવિકની તપાસ કરી રહ્યાં છે જે આગની ઘટના બાદ ગાયબ થઇ ગયો હતો.
નૌસેનાએ શું કહ્યું?
નૌસેનાએ કહ્યું, 21 જુલાઇએ સાંજે ભારતીય નૌસેનાના ફ્રિગેટ જહાજ બ્રહ્મપુત્રમાં આગ લાગી હતી. જ્યારે તે ND (એમબીઆઇ)માં સમારકામ માટે જતું હતું. 22 જુલાઇએ સવારે નૌસેના ડૉકયાર્ડ, મુંબઇ એનડી (એમબીઆઇ) અને પોર્ટમાં હાજર અન્ય જહાજોના ફાયર બ્રિગેડની મદદથી જહાજના ચાલક દળે આગ પર કાબુ મેળવ્યો હતો.
કેટલાક પ્રયાસ બાદ પણ જહાજ સીધો ના થઇ શક્યો
નિવેદનમાં કહેવામાં આવ્યું કે ફ્રિગેટ INS બ્રહ્મપુત્ર પર લાગેલી આગની ઘટનામાં સબમરીન એક તરફ ગંભીર રીતે નમી ગયું હતું. તમામ પ્રયાસો છતા જહાજને સીધો કરી શકાયો નહતો. જહાજ પોતાના બર્થ સાથે વધારે નમી ગયો હતો અને એક તરફ ટકેલો છે. એક જૂનિયર નાવિકને છોડીને તમામ કર્મીઓ મળ્યા છે. દૂર્ઘટનાની તપાસ માટે ભારતીય નૌસેનાએ તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો -Farmers Protest : ખેડૂતો ફરી કરશે વિરોધ પ્રદર્શન, નવા ફોજદારી કાયદા સામે Delhi કૂચની જાહેરાત
આ પણ વાંચો -NEET-UG કેસમાં સુપ્રીમ કોર્ટે IIT દિલ્હીને આદેશ આપ્યો, 'એક સમિતિ બનાવો અને...'
આ પણ વાંચો -Rajya Sabha માં પ્રથમવાર C.R. Patil નું સંબોધન, દેશના ભૂગર્ભજળને લઈને કહી આ વાત...