America ના એરપોર્ટ પર ભારતીય મહિલાના ગરમ કપડા કેમ છીનવાયા ?
- શ્રુતિ ચતુર્વેદીને અમેરિકામાં 8 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવી
- પાવર બેંકને શંકાસ્પદ માનીને, લાંબા સમય સુધી તપાસ હાથ ધરવામાં આવી
- આ ઘટના પર વિદેશ મંત્રીને હસ્તક્ષેપ માટે અપીલ કરવામાં આવી
Shruti Chaturvedi: ભારતીય ઉદ્યોગસાહસિક શ્રુતિ ચતુર્વેદીના સામાનમાંથી શંકાસ્પદ પાવર બેંક મળી આવ્યા બાદ તેણીને અમેરિકાના એરપોર્ટ પર આઠ કલાક માટે અટકાયતમાં રાખવામાં આવી હતી. શ્રુતિને એરપોર્ટ પર પોલીસ અને FBI દ્વારા આઠ કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવી હતી. તેણીએ આરોપ લગાવ્યો કે તેને બાથરૂમમાં પણ જવા દેવામાં આવી ન હતી.
શંકાસ્પદ પાવર બેંક મળી આવતા અટકાયત
ભારતીય મહિલા ઉદ્યોગસાહસિક શ્રુતિ ચતુર્વેદીને અમેરિકાના અલાસ્કાના એન્કરેજ એરપોર્ટ પર કડવા અનુભવનો સામનો કરવો પડ્યો. તેની પાસે શંકાસ્પદ પાવર બેંક મળી આવી હતી જે બાદ શ્રુતિને એરપોર્ટ પર આઠ કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન, તેનો સામાન છીનવી લેવામાં આવ્યો અને પુરુષ અધિકારીએ તેની સાથે ખરાબ વર્તન કર્યું. આટલી લાંબી પૂછપરછને કારણે તે પોતાની ફ્લાઇટ પણ ચૂકી ગઈ. શ્રુતિએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે બનેલી આ ઘટનાની માહિતી શેર કરી છે. આ અંગે ભારતીય સોશિયલ યુઝર્સમાં ગુસ્સો છે. ઘણા લોકોએ એરપોર્ટ પ્રોટોકોલ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સોશિયલ યુઝર્સે ભારત સરકારને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની પણ અપીલ કરી છે.
આ પણ વાંચો : સાવધાન! આધાર કાર્ડ દ્વારા પણ થઈ શકે છે ચીટિંગ ,તમારી જાતને આ રીતે સુરક્ષિત કરો
શ્રુતિએ X પર પોતાની આપવીતી શેર કરી
શ્રુતિ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની આપવીતી શેર કરી છે. તેણીએ પોસ્ટમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ મંત્રાલયને પણ ટેગ કર્યા છે. તેણીએ કહ્યું છે કે અમેરિકન પોલીસ અને FBIએ તેણીને આઠ કલાક સુધી બેસાડી રાખી. એક પુરુષ અધિકારીએ કેમેરા સામે તેણીની તલાશી પણ લીધી હતી. આ સમય દરમિયાન, તેને બાથરૂમ જવાની કે ફોન કરવાની પણ મંજૂરી નહોતી.
અધિકારીઓ વાહિયાત પ્રશ્નો પૂછતા રહ્યા
શ્રુતિએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'કલ્પના કરો કે પોલીસ તમને આઠ કલાક સુધી બેસાડી રાખે' હાસ્યાસ્પદ બાબતો વિશે વાહિયાત પૂછપરછ થાય, કેમેરામાં પુરુષ અધિકારી તમારી તલાશી લે. તમને ઠંડા રૂમમાં બેસાડવામાં આવે છે અને તમારા ગરમ કપડાં છીનવી લેવામાં આવે. તમને ફોન કરવાની કે ટોઇલેટ જવાની પણ મંજૂરી ન મળે. તમારી ફ્લાઇટ પણ છુટી જાય. આ બધું ફક્ત એટલા માટે કારણ કે એરપોર્ટ સુરક્ષાને તમારા હેન્ડબેગમાં રહેલ પાવરબેંક શંકાસ્પદ લાગ્યું. આ મારી સાથે બન્યું છે.
આ પણ વાંચો : Ghibli Art : ChatGPTના વૅલ્યુએશનમાં પાંચ બિલ્યન ડૉલરનો ઉમેરો કરી દીધો
શ્રુતિએ પોતાની પોસ્ટમાં ભારતના વિદેશ મંત્રીને પણ ટેગ કર્યા છે. શ્રુતિ 'ચાયપાની' નામની એક પબ્લિક રિલેશન્સ ફર્મ ચલાવે છે. આ પહેલા તેણીએ સોશિયલ મીડિયા પર પોતાની અલાસ્કા ટ્રીપની તસવીરો પોસ્ટ કરી હતી. જોકે, તેણીને કોઈ પણ વાજબી કારણ વગર અલાસ્કાના એન્કરેજ એરપોર્ટ પર આઠ કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવી હતી. આનાથી તેની આખી મુસાફરીની મજા બગડી ગઈ.
સોશિયલ મીડિયા પર ગુસ્સો ફાટી નીકળ્યો
આ ઘટના બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અમેરિકામાં ભારતીય નાગરિકો સાથે થતા દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો છે. યુઝર્સનું કહેવું છે કે ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં અમેરિકન એરપોર્ટ પર ભારતીય નાગરિકોને હેરાન કરવામાં આવ્યા હોય. સોશિયલ યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો છે કે અમેરિકન સુરક્ષા એજન્સીઓ ભારતીય નાગરિકોને શંકાની નજરે કેમ જોઈ રહી છે.
આ પણ વાંચો : મનોજ કુમારની પ્રાર્થના સભામાં 'શ્રીમતી જયા અમિતાભ બચ્ચને' કેમ કર્યો ગુસ્સો....???