Independence Day:પાણીની અંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડે લહેરાવ્યો તિરંગો, જુઓ Video
- લક્ષ્યદ્વીપ ખાતે પાણીની અંદર લહેરાવ્યો તિરંગો
- ઇન્ડિયન કોસ્ટગાર્ડે લહેરાવ્યો તિરંગો
- શાનદાર વીડિયો આવ્યો સામે
Independence Day:78માં સ્વતંત્રતા પર્વની (Independence Day)ઉજવણી કરવામાં આવનાર છે. તેવામાં આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો અવનવા પ્રયાસ કરી રહ્યા છે. PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે જે હેઠળ લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પણ ખાસ અંદાજમાં તિરંગો ફરકાવ્યો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
પાણીની અંદર ફરકાવ્યો તિરંગો
મહત્વનું છે કે સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિંરગા તથા રેલી કાઢવામાં આવી રહી છે. ત્યારે આઝાદીના આ પર્વને યાદગાર બનાવવા તરફ ઇન્ડિયન કોસ્ટગાર્ડે પણ એક શાનદાન પ્રયાસ કર્યો છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના લક્ષદ્વીપ જિલ્લા મુખ્યાલયે 78મા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને પાણીની અંદર તિરંગો ફરકાવ્યો હતો. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા તિરંગા અભિયાન અંતર્ગત દરેક ઘરે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય ભાવના અને એકતા દર્શાવવામાં આવી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડ હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. આ અંતર્ગત ગાંધીનગર પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ખાતે વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોચી અને બેયપોરમાં ભારતીય નૌકાદળના એક યુનિટે અનાથાશ્રમની મુલાકાત લીધી હતી અને માછીમારો સાથે એક ખાસ સામુદાયિક સંવાદ કાર્યક્રમ હાથ ધર્યો હતો.
હર ઘર તિરંગા અભિયાન
કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામમાં ધ્વજ વિતરણ અને દરિયામાં સલામતી વિશેની માહિતી દર્શાવવામાં આવી હતી. ઇન્ડિયન નેવલ એર એન્ક્લેવ, કોચીની દિવાલો પર ત્રિરંગો ઝળહળ્યો હતો. મહત્વનું છે કે 78માં સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવા માટે કેન્દ્ર સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમામ રાજ્યોમાં 15મી ઓગસ્ટની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકો પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય વધુને વધુ ઘરોમાં તિરંગો ફરકાવવો અને લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો છે.