ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Planes માં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સ આખરે ઝડપાયો

મહારાષ્ટ્ર પોલીસે વિમાનોમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી દેશભરમાં વિમાનોમાં બોમ્બ વિસ્ફોટની અફવા ફેલાવી હલચલ જગદીશ ઉઇકેની નાગપુર પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી Planes : મહારાષ્ટ્ર પોલીસે વિમાનો (Planes) માં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકી આપનાર આરોપીની...
10:04 AM Nov 01, 2024 IST | Vipul Pandya
False threat of bomb blast in planes

Planes : મહારાષ્ટ્ર પોલીસે વિમાનો (Planes) માં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે. નાગપુર પોલીસે બોમ્બ બ્લાસ્ટ સંબંધિત ઈમેલ મોકલનાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ દેશભરમાં વિમાનોમાં બોમ્બ વિસ્ફોટની અફવા ફેલાવી હલચલ મચાવી દીધી હતી. આરોપીનું નામ જગદીશ ઉઇકે છે જેણે કેન્દ્રીય મંત્રી સહિત દેશભરની એરલાઇન કંપનીઓને ઈમેલ મોકલીને બોમ્બ બ્લાસ્ટની અફવા ફેલાવી હતી. ઉઇકે આખરે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. ઉઇકે ઈમેલ દ્વારા દિવાળી પહેલા 25 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે દેશમાં 30 સ્થળોએ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.

જગદીશ ઉઇકેની નાગપુર પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી

જગદીશ ઉઇકેની નાગપુર પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી. નાગપુર સ્પેશિયલ બ્રાન્ચ અને નાગપુર પોલીસની ટીમે માહિતીના આધારે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની ધરપકડ ક્યાંથી કરી તે જણાવવામાં આવી રહ્યું નથી.

જગદીશે 21 ઓક્ટોબરે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો

જગદીશે 21 ઓક્ટોબરે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો, જેમાં આરોપીઓએ રાજકીય નેતાઓ અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ડાયરેક્ટર જનરલ રેલ્વે સેફ્ટી ટીમ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના ઉચ્ચ અધિકારીઓને ઈમેલ મોકલ્યા હતા. પોલીસે ઈમેલ મોકલનાર યુવકની ઓળખ 35 વર્ષીય જગદીશ ઉઈકે તરીકે કરી છે.

આ પણ વાંચો----ફરી 85 Planesને બોમ્બની ધમકી મળતા ખળભળાટ

દેવેન્દ્ર ફડણવીસને મળવા માંગતો હતો

ધમકી આપનાર આ વ્યક્તિએ દેવેન્દ્ર ફડણવીસને મળવાની શરત રાખી હતી, તેણે કહ્યું હતું કે તે દેવેન્દ્ર ફડણવીસને મળીને બ્લાસ્ટ સાથે જોડાયેલી માહિતી આપશે. જગદીશના ઈમેલ મુજબ 6 એરપોર્ટ મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના નિશાના પર હતા. આ સિવાય ઈન્ડિગો, વિસ્તારા, સ્પાઈસ જેટ, એર ઈન્ડિયા જેવી કંપનીઓના 31 એરક્રાફ્ટ હાઈજેક થયા હોવાનું કહેવાય છે.

સતત ધમકીભર્યા ઈમેલ મળવાને કારણે એજન્સીઓ ચિંતીત હતી

સતત ધમકીભર્યા ઈમેલ મળવાને કારણે માત્ર નાગપુર પોલીસ જ નહીં પરંતુ દેશભરની સુરક્ષા અને તપાસ એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ છે. તમામ એરપોર્ટ પર તૈનાત CISFને વધુ સતર્ક રહેવા જણાવ્યું હતું, જગદીશની ધરપકડથી અન્ય એજન્સીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

આરોપી દર વખતે પોલીસને નવી વાર્તા સંભળાવે છે

મળતી માહિતી મુજબ પોલીસ જગદીશની પૂછપરછ કરી રહી છે, પરંતુ તે સહકાર આપી રહ્યો નથી. આરોપી દર વખતે પોલીસને નવી વાર્તા સંભળાવતો હોય છે. આજે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે અને કસ્ટડીની માંગણી કરશે. પોલીસ તેને કસ્ટડીમાં રાખીને સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો---ભારતીય વિમાનોને બોમ્બની ખોટી ધમકીઓ મળતા એરલાઈન્સને થઇ રહ્યું છે આર્થિક નુકસાન

Tags :
Air Lines CompanyBomb BlastDevendra Fadnavis Bomb blast rumorFalse threat of bomb blast in planesMaharashtra PoliceNagpurNagpur PoliceplanesThreatThreatened to blast
Next Article