ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમિત શાહનો ફેક વીડિયો શેર કરનાર Arun Reddy કોણ છે? પોલીસે આપી વિગતો

Arun Reddy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક ફેક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, અમિત શાહના ફેક વીડિયો મામલે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે....
10:32 PM May 03, 2024 IST | VIMAL PRAJAPATI
Who is Arun Reddy?

Arun Reddy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક ફેક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, અમિત શાહના ફેક વીડિયો મામલે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી પોલીસે આ મામલે શુક્રવારે કોંગ્રેસના એક સભ્ય અરુણ રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીની માહિતી એક અધિકારી દ્વારા શેર કરવામાં આવી છે.

ફેક વીડિયો દિલ્હી પોલીસે કરી છે ધરપકડ

મળતી વિગતો પ્રમાણે અરુણ રેડ્ડી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 'સ્પિરિટ ઓફ કોંગ્રેસ' નામનું એકાઉન્ટ હેન્ડલ કરે છે. અરુણ રેડ્ડી પર આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ અને શેર કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ‘વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું નિવેદન ધર્મના આધારે મુસ્લિમો માટેના ક્વોટાને સમાપ્ત કરવાની તેમની પ્રતિબદ્ધતા વિશે છે, જ્યારે ફેક વીડિયો જે ફરતો કરવામાં આવ્યો હતો તે જોતા. એવું કહેવાય છે કે શાહ તમામ પ્રકારના આરક્ષણોને સમાપ્ત કરવાની હિમાયત કરી રહ્યા હતા.’

અરુણ રેડ્ડીએ પોતાને કોંગ્રેસનો સમર્થક કહ્યો છે

અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા માટે જેને ધરપકડ કરવામાં આવે તો અરુણ રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર અરુણ રેડ્ડીએ પોતાને કોંગ્રેસનો સમર્થક જાહેર કર્યો છે. તેના ભૂતપૂર્વ પ્રોફાઇલના કવર ફોટોમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તસવીર છે. જ્યારે અરુણ રેડ્ડી પોતાના પ્રોફાઇલ ફોટોમાં ભારત જોડો ન્યાય યાત્રાને પ્રમોટ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અરુણ રેડ્ડીએ ખુદને સોશિયલ મીડિયામાં AICCનો રાષ્ટ્રીય સંયોજક ગણાવ્યો છે.

હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે 5 ની ધરપકડ કરી

આ કેસમાં હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે પણ કેટલાકની ધરપકડ કરી છે. વાત કરવામાં આવે તો શુક્રવારે પેંડ્યાલા વામશી કૃષ્ણા, મન્ને સતીશ, પેટમ નવીન, અસ્મા તસ્લીમ અને કોયા ગીતાની ધરપકડ કરી હતી. જોકે, હૈદરાબાદની અદાલતે શરતી જામીન આપ્યા હતા. તેને બે જામીન સાથે 10,000 રૂપિયાના અંગત બોન્ડ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે હૈદરાબાદ કોર્ટે તેને આગળના આદેશો સુધી દર સોમવાર અને શુક્રવારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો: પ્રેમ પ્રકરણમાં પતિએ પત્નીના પ્રેમીને મોકલ્યો બોમ્બ, બ્લાસ્ટમાં 2 ના મોત

આ પણ વાંચો: શું ખરેખરમાં Dhruv Rathee દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે ? અફવા કે પછી…

આ પણ વાંચો: Water Crisis in India: ભારતમાં આવશે મોટું જળ સંકટ, નજીકના ભવિષ્યમાં આ વિસ્તારો થઈ જશે સાવ સુકા

Tags :
AMIT SHAH FAKE VIRAL VIDEOArun ReddyArun Reddy deepfakeArun Reddy NewsArun Reddy Updatenational newspolitical newsVimal PrajapatiWho is Arun Reddy?
Next Article