Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

West Bengal : રાજ્યપાલે રાજભવનમાં પોલીસ, નાણા રાજ્ય મંત્રી ચંદ્રિમાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો...

પશ્ચિમ બંગાળ (West Bengal)ના ગવર્નર સીવી આનંદ બોઝ સામે જાતીય સતામણીના આરોપો બાદ, રાજ્યપાલે ગુરુવારે પોલીસ અને નાણા રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યના રાજભવનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. પશ્ચિમ બંગાળ (West Bengal)ના પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યને બદનક્ષી અને...
west bengal   રાજ્યપાલે રાજભવનમાં પોલીસ  નાણા રાજ્ય મંત્રી ચંદ્રિમાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

પશ્ચિમ બંગાળ (West Bengal)ના ગવર્નર સીવી આનંદ બોઝ સામે જાતીય સતામણીના આરોપો બાદ, રાજ્યપાલે ગુરુવારે પોલીસ અને નાણા રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યના રાજભવનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. પશ્ચિમ બંગાળ (West Bengal)ના પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યને બદનક્ષી અને બંધારણ વિરોધી મીડિયા નિવેદનો બદલ કોલકાતા, દાર્જિલિંગ અને બેરકપુરમાં રાજભવન પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ રાજભવને એક આદેશમાં જણાવ્યું હતું.

Advertisement

રાજ્યપાલ એવા કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં જેમાં ચંદ્રીમા હાજર હોય...

રાજ્યપાલથી જુનિયર, નાણાં વિભાગના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ચંદ્રીમા ભટ્ટાચાર્યને રાજ્યપાલ વિરુદ્ધ બદનક્ષીભર્યા અને બંધારણ વિરોધી મીડિયા નિવેદનો કરવા બદલ કોલકાતા, દાર્જિલિંગ અને બેરકપુરના રાજભવન સંકુલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યપાલે એ પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ મંત્રીની હાજરીમાં કોઈપણ સમારોહમાં ભાગ લેશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રી વિરુદ્ધ આગળના કાયદાકીય પગલાં અંગે સલાહ માટે ભારતના એટર્ની જનરલનો સંપર્ક કરવામાં આવ્યો છે. કોલકાતામાં રાજભવનની એક કર્મચારીએ ગુરુવારે પશ્ચિમ બંગાળ (West Bengal)ના ગવર્નર સીવી આનંદ બોઝે તેની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે ચૂંટણી દરમિયાન રાજકીય આકાઓને ખુશ કરવા માટે અનધિકૃત, ગેરકાયદેસર, બનાવટી અને પ્રેરિત તપાસની આડમાં રાજભવન સંકુલમાં પોલીસના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Advertisement

ચંદ્રીમા ભટ્ટાચાર્યએ શું કહ્યું...

પશ્ચિમ બંગાળ (West Bengal)ના મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું કે, વડાપ્રધાનની રાજ્ય મુલાકાત પહેલા એક મહિલાએ રાજ્યપાલ સામે છેડતીનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી. ભટ્ટાચાર્યએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળ આવી રહ્યા છે. તેમના રહેવાની વ્યવસ્થા રાજભવન ખાતે કરવામાં આવી છે. આ પહેલા એક મહિલા રાજ્યપાલ વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. તેમણે કહ્યું કે આ કેવા પ્રકારની ઘટના છે, જ્યારે રાજ્યપાલ કહે છે કે તેઓ શાંતિ ચેમ્બર બનાવશે અને દરેકની સમસ્યાઓ સાંભળશે, પરંતુ અહીં એ જ રાજ્યપાલ મહિલાઓનું અપમાન કરી રહ્યા છે.

બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા સામે મારી લડાઈ ચાલુ રહેશે - રાજ્યપાલ

TMC ના નેતાઓના દાવા બાદ કે રાજભવનમાં કામ કરતી એક મહિલાએ તેમની સામે છેડતીના આક્ષેપો કર્યા છે, પશ્ચિમ બંગાળ (West Bengal)ના રાજ્યપાલે એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આ બાબતોથી ડરશે નહીં અને સત્યનો વિજય થશે. હું બનાવટી વાર્તાઓ દ્વારા ડરાવવાનો ઇનકાર કરું છું. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો મેળવવા માંગે છે, તો ભગવાન તેમને આશીર્વાદ આપે. પરંતુ તેઓ બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા સામેની મારી લડાઈને રોકી શકતા નથી.

Advertisement

આ પણ વાંચો : Congress ની ઉમેદવારની લીસ્ટ જાહેર, Rahul Gandhi આ સીટ પરથી લડશે ચૂંટણી…

આ પણ વાંચો : Mumbai principal: ઈઝરાયેલ અને હમાસ યુદ્ધના કારણે મુંબઈના આચાર્ય ફસાયા, કરી હતી આવી પોસ્ટ

આ પણ વાંચો : Indian Ancient Treasure: ઇતિહાસનું પાનું પલટાયું, રાજસ્થાનમાંથી મળ્યા મહાભારતના અવશેષો

Tags :
Advertisement

.