Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajya Sabha: રાજ્યસભાની ચૂંટણીને લઈ મતદાન શરૂ થઈ ગયું, 5 વાગે થશે મતગણતરી

Rajya Sabha Election: દેશમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલી ધમાલ વચ્ચે આજે 3 રાજ્યોની 15 બેઠકો પર ચાલી રહેલી અફવાઓનો અંત આવવા જઈ રહ્યો છે. આ ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની રાજ્યસભાની બેઠકો માટે...
rajya sabha  રાજ્યસભાની ચૂંટણીને લઈ મતદાન શરૂ થઈ ગયું  5 વાગે થશે મતગણતરી

Rajya Sabha Election: દેશમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલી ધમાલ વચ્ચે આજે 3 રાજ્યોની 15 બેઠકો પર ચાલી રહેલી અફવાઓનો અંત આવવા જઈ રહ્યો છે. આ ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની રાજ્યસભાની બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. યુપીની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. ત્રણેય રાજ્યોમાં ક્રોસ વોટિંગની શંકા પણ વર્તાઈ રહી છે. યુપીમાં સમાજવાદી પાર્ટીના 8 ધારાસભ્યોને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.

Advertisement

આ મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે

અત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, મળતી વિગતો પ્રમાણે આ મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ પછી સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ સાથે સાથે સુત્રો દ્વારા એવી પણ વિગતો સામે આવી છે કે,આજે રાત્રે જ પરિણામ આવવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે. તેમાંથી 12 રાજ્યોની 41 રાજ્યસભા બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. સામે કોઈ હરીફ ન હોવાથી તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં હતાં.

Advertisement

41 બેઠકો પર નેતાઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા

નોંધનીય છે કે, ગત મહિને ચૂંટણી પંચે જે 56 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો તેમાંથી 41 બેઠકો જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, નવા પક્ષના પ્રવેશકર્તા અશોક ચવ્હાણ અને કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગન સહિત 41 બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવી હતી. આવી સ્થિતિમાં આજે ઉત્તર પ્રદેશની બાકીની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની 1 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જે આજે સાંજે ચાર વાગ્યા સુધી ચાલવાનું છે.

આ પણ વાંચો: Accident: તેજસ્વી યાદવના કાફલાને નડ્યો ભીષણ અકસ્માત, ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.