Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli: અમરેલીમાં બની અત્યંત દુઃખદ ઘટના, ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું મોત

Amreli: ગુજરાતમાં આજે મતદાનને લઈને અનેક અવનવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમરેલીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમરેલીના જાફરાબાદ મતદાન મથકમાં એક મહિલાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે સાગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા ફરજ...
amreli  અમરેલીમાં બની અત્યંત દુઃખદ ઘટના  ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું મોત

Amreli: ગુજરાતમાં આજે મતદાનને લઈને અનેક અવનવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમરેલીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમરેલીના જાફરાબાદ મતદાન મથકમાં એક મહિલાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે સાગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા ફરજ દરમિયાન ઢળી પડ્યા હતા. નોંધનીય છે કે, ચૂંટણીમાં ફરજ દરમિયાન જ આ મહિલા શિક્ષકનું મોત થયુ છે. વિગતે વાત કરવામાં આવે તો કૌશિકબેન બાબરીયા નામની મહિલા કર્મચારીનું ફરજ પર મોત થયું છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે વાત કરીએ તો, હાર્ટ એટેકથી મહિલા કર્મીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

હાર્ટ એટેક આવવા મોત થયાનું પ્રાથમિક અનુમાન

નોંધનીય છે કે, અત્યારે ભયંકર ગરમી પડી રહી છે. ગુજરાતમાં ચૂંટણી સમયે ખુબ જ ગરમી પડી છે. જેથી મતદાન સમયે લોકોને પણ ખુબ જ હેરાન થવું પડ્યુ હતું. તમને જણાવી દઈએ કે, ભયંકર ગરમીના કારણે અમરેલીમાં દુઃખદ ઘટના સામે આવી છે. કારણ કે, અહીં અમરેલીના જાફરાબાદ મતદાન મથકમાં એક મહિલા કર્મચારીને હાર્ટ એટેક આવવાથી ઘટના સ્થળ પર જ મોત થયું છે.

કૌશિકબેન માટે આ છેલ્લી ચૂંટણી સાબિત થઈ

આ ઘટનાને લઈને મતદાન મથક પર ભારે શોકનો માહોલ સર્જાઈ ગયો છે. ઉલ્લેકનીય છે કે, કૌશિકબેન બાબરીયા જે સાગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ ફજાવે છે અને અમરેલીના જાફરાબાદમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હતા. કૌશિકબેન બાબરીયાને ચૂંટણીમાં સેવાઓ આપવી ભારે પડી છે, કારણ કે, આ તેમની છેલ્લી ચૂંટણી સાબિત થઈ છે. મળતી વિગતો પ્રમાણે કૌશિકબેન બાબરીયાને હાર્ટ એટેક આવ્યું અને ત્યા જ ઢળી પડ્યા હતા. ઘટના સ્થળ પર જ તેમનું મોત થયા તેમના પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh: લોકશાહીના મહાપર્વનો અનેરો ઉત્સાહ, યુવતીઓ રાસ ગરબા કરતી મતદાન કરવા પહોંચી

આ પણ વાંચો: Chhota Udaipur: લગ્ન પછી પહેલા મતદાન! જાન પહેલા મતદાન મથકે પહોંચી, વરરાજાએ કર્યુ મતદાન

આ પણ વાંચો: પોરબંદર સાંસદ, ગોંડલ ધારાસભ્ય અને અક્ષર મંદિરના સંતોએ મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી

Tags :
Advertisement

.