Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Telangana : 'કોંગ્રેસ અને INDI ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ પણ ઉડી ગયો...', વિપક્ષ પર PM મોદીનો ટોણો...

PM નરેન્દ્ર મોદીએ તેલંગણા (Telangana)ના કરીમનગરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી 7 મેના રોજ પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ અને INDI ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ ઉડી ગયો છે. PM મોદીએ કહ્યું કે,...
telangana    કોંગ્રેસ અને indi ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ પણ ઉડી ગયો      વિપક્ષ પર pm મોદીનો ટોણો

PM નરેન્દ્ર મોદીએ તેલંગણા (Telangana)ના કરીમનગરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી 7 મેના રોજ પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ અને INDI ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ ઉડી ગયો છે.

Advertisement

PM મોદીએ કહ્યું કે, તેલંગાણાના લોકોએ છેલ્લા 10 વર્ષમાં મારું કામ જોયું છે. તમારા એક વોટથી ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તમારા એક મતે કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી. તમારા એક મતે ભારતને સંરક્ષણ આયાતકારમાંથી સંરક્ષણ નિકાસકારમાં પરિવર્તિત કર્યું.

Advertisement

કોંગ્રેસ અને BRS પર કટાક્ષ...

મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને BRS સંપૂર્ણપણે પરિવાર દ્વારા, પરિવાર માટે છે. આ બંને પક્ષો એક જ સિક્કાની બે બાજુઓ છે. ભાજપ 'રાષ્ટ્ર-પ્રથમ' સિદ્ધાંતમાં માને છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસ અને BRS તેલંગાણામાં 'પરિવાર-પ્રથમ' સિદ્ધાંત પર કામ કરે છે. એકમાત્ર 'ગુંદર' જે કોંગ્રેસ અને BRS ને જોડે છે તે ભ્રષ્ટાચાર છે. તુષ્ટિકરણની રાજનીતિ તેમનો એજન્ડા છે. કોંગ્રેસ અને BRS 'ઝીરો ગવર્નન્સ મોડલ'ને અનુસરે છે. તેથી, આપણે તેલંગાણાને આ પક્ષોના ભ્રષ્ટ ચુંગાલમાંથી બચાવવાની જરૂર છે.

Advertisement

PM નરેન્દ્ર મોદીએ કરીમનગરના મંદિરમાં પૂજા કરી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ કરીમનગરના મંદિરમાં પૂજા કરી હતી. તેલંગાણા પ્રવાસ શરૂ કરતા પહેલા PM મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ શ્રી રાજ રાજેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના પૂજારીઓએ મંદિરમાં સંપૂર્ણ વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી હતી. PM મોદીએ મંદિરની બહાર હાજર લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું. મંદિરના દર્શન કર્યા બાદ PM મોદી તેલંગાણામાં અનેક અલગ-અલગ કાર્યક્રમોને સંબોધિત કરશે.

આ પણ વાંચો : MP : EVM અને કર્મચારીઓને લઈને જતી બસમાં લાગી આગ, લોકોએ આ રીતે બચાવ્યો જીવ…

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કામાં કયા રાજ્યમાં કેટલું મતદાન? UP માં સૌથી ઓછું મતદાન, બંગાળમાં હિંસા…

આ પણ વાંચો : Lok Sabha Election 3rd Phase 2024 : શખ્સે પેટ્રોલ છાંટી EVM મશીનને સળગાવવાનો કર્યો પ્રયત્ન

Tags :
Advertisement

.