Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

London: વિદેશમાં રહીને પણ BJP ને સમર્થન, લંડનની ગલીઓમાં મોદી-મોદીના નારા

London: ભારતમાં તો અત્યારે મોદી-મોદીના નારા લાગી રહ્યા છે. વડાપ્રધાન જ્યા પર કાર્યક્રમ કે, રેલી કરવામાં જાય છે ત્યારે સેંકડોની સંખ્યામાં લોકો આવી પહોંચે છે અને મોદી મોદીના નારા લગાવે છે. પરંતુ હવે વિદેશમાં પણ મોદી-મોદીના નારા લાગી રહ્યા છે....
london  વિદેશમાં રહીને પણ bjp ને સમર્થન  લંડનની ગલીઓમાં મોદી મોદીના નારા

London: ભારતમાં તો અત્યારે મોદી-મોદીના નારા લાગી રહ્યા છે. વડાપ્રધાન જ્યા પર કાર્યક્રમ કે, રેલી કરવામાં જાય છે ત્યારે સેંકડોની સંખ્યામાં લોકો આવી પહોંચે છે અને મોદી મોદીના નારા લગાવે છે. પરંતુ હવે વિદેશમાં પણ મોદી-મોદીના નારા લાગી રહ્યા છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીના સમર્થનમાં બ્રિટનમાં રેલી યોજાઈ અને તેમાં લંડનની ગલીઓમાં વંદે માતરમના નારા લાગ્યા હતા. મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાનને સમર્થન આપવા માટે 'રન ફોર મોદી' અને 'ફ્લૈશ મોબ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા યોજવામા આવ્યો હતો જેમાં કવિ સંમેલન અને કાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

લંડનમાં 'રન ફોર મોદી' અને 'ફ્લેશ મોબ' ઈવેન્ટ્સનું આયોજન

તમને જણાવી દઈએ કે, યુકેમાં ભાજપના ઓવરસીઝ ફ્રેન્ડ્સે લંડનમાં 'રન ફોર મોદી' અને 'ફ્લેશ મોબ' ઈવેન્ટ્સનું આયોજન કર્યું હતું. યુકેમાં ભારતીય ડાયસ્પોરાએ ભાજપ અને વડાપ્રધાન મોદી માટે અચૂક સમર્થન દર્શાવ્યું હતું, અને આ કાર્યક્રમને જબરદસ્ત સફળતામાં ફેરવ્યો હતો. સહભાગીઓએ વિવિધ પ્રવૃતિઓ દ્વારા ઉત્સાહપૂર્વક સમર્થન પ્રદર્શિત કર્યું, જે ભાજપની દ્રષ્ટિ અને નેતૃત્વ સાથેની એકતા દર્શાવે છે. આવી પહેલો માત્ર વિદેશી જોડાણને જ મજબૂત બનાવતી નથી પરંતુ ભારતના રાજકીય લેન્ડસ્કેપમાં ડાયસ્પોરિક યોગદાનના મહત્વને પણ રેખાંકિત કરે છે. "અમે 2019ની ચૂંટણી દરમિયાન પણ આવું કર્યું હતું. લોકોમાં ભાજપ અને પીએમ મોદી માટે ઉત્સાહ છે...," સુરેશ મંગલગીરી, જનરલ સેક્રેટરી, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકેએ જણાવ્યું હતું.

ભારત માતાની જય અને વંદે માતરમના લાગ્યા નારા

લોકોએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું, આર્ટિકલ 370 ની કલમ હટાવવાના કાણ ભાજપાએ કર્યા છે, જે એક હિંદુસ્તાની છે તે આપણે સમજી શકીએ છીએ કેટલા જરૂરી છે. હાથમાં ભારત અને બીજેપીના ઝંડા સાથે લોકો બહાર આવ્યા અને લંડનના રસ્તાઓ પર ભારત માતાની જય અને વંદે માતરમના જયકારે લાગાવ્યા હતા. આ સાથે હર હર મોદી, ઘર ઘર મોદી, અબકી બાર 400 પાર, ફરી એક વાર મોદી સરકાર જેવા નારાઓ પણ લાગ્યા હતાં.

Advertisement

લંડનમાં પણ છે ભારતી જનતા પાર્ટીના સમર્થકો

નોંધનીય છે કે, ભાજપને ભારત સિવાય લંડનમાં પણ સમર્થન મળ્યું છે. અહીં ભાજપ અને મોદીને સમર્થન આપવા માટે 'રન ફોર મોદી' અને 'ફ્લેશ મોબ' જેવા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા NRIઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટ દરમિયાન બ્રિટનમાં NRI ભાજપ અને વડાપ્રધાન મોદીને પોતાનું સમર્થન દર્શાવતા જોવા મળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: JUSTICE FOR NEHA : ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ નેહાના ન્યાય માટે પ્રદર્શન

આ પણ વાંચો: Russian Girl Viral Video: ભારતીય પાસપોર્ટ અધિકારીએ કહ્યું, ભારત આવે ત્યારે મને ફોન કરજે…!

Tags :
Advertisement

.